રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરતા ભોળાવદર પ્રા.શા.ના ધ્રુવ દેસાઈ

473

તાજેતરમાં ભાવનગર નજીકની ભોળાવદર પ્રા.શાળાના મુખ્ય શિક્ષક ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈને અમદાવાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રતિવર્ષ અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેની ઉલ્લેખનીય કામગીરી કરી રહેલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના અચલા એવોર્ડ થી નવાજવામાં આવે છે.
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૧૯ વર્ષથી નવીનતમ અને શિક્ષણ ઉપયોગી પ્રયોગો સાથે નમૂનેદાર કામગીરી કરી રહેલા ધ્રુવ દેસાઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અચલા એજ્યુકેશનના ડો મફતભાઈ પટેલ, નિવૃત્ત મુખ્ય સચિવ પી કે લહેરી, ખ્તષ્ઠીિં ના નિયામક ટી એસ જોષી, વગેરેની ઉપસ્થિતિમાં સન્માન પત્ર શાલ સાથે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ભાવનગરના આ શિક્ષકને ગૌરવવંતો એવોર્ડ પ્રાપ્ત શિક્ષણિક વર્તુળો સહિતમાં સૌ એ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે શ્રી ધ્રુવ દેસાઈ હાલમાં ભાવનગર તાલુકા ઇન્ચાર્જ પ્રા. શિક્ષણાધિકારી તરીકે કામ પણ સંભાળી રહ્યા છે.