ભાવનગર શહેરમાં મોડીરાત્રે જોરદાર વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

513

શુક્રવારે સવારથી સાંજ સુધી અસહ્ય બફારા બાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને મોડી રાત્રે જોરદાર વરસાદી ઝાંપટુ વરસતાં રોડ પર પાણી વહેતાં થયા હતા અને ધાબા-છત પર સુવા ગયેલ લોકોની મીઠી નીંદર બગડી હતી.

રાજ્ય ના હવામાન વિભાગે આગાહી કરી હતી કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી તા,૬ જૂન સુધી વરસાદી માહોલ સર્જાશે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી હતી જેને પગલે સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં છેલ્લા બે દિવસથી ઢળતી બપોરે વરસાદી માહોલ જોવા મળે છે અને અડધા થી લઈને બે ઈંચ જેવો વરસાદ પડી રહ્યો છે.
આ વરસાદ પડવાની સંભવિત યાદીમાં ભાવનગર નો પણ સમાવેશ થાય છે ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસ થી અસહ્ય બફારો અને અંગ દઝાડતો તડકો પડી રહ્યો છે ઢળતી સાંજે પશ્ચિમ દિશામાં ઘટાટોપ વાદળોનો જમાવડો જોવા મળે છે પરંતુ જિલ્લા ની હદમાં કયાય વરસાદ ના વાવડ સાપડતા નથી પરંતુ શુક્રવારે મોડી રાત્રે વાતાવરણ માં પલ્ટો આવ્યો હતો અને રાત્રે ૧૨ઃ૩૦ કલાકે પૂર્વોત્તર દિશા માથી ઠંડા પવનો વહેતાં થયાં હતાં અને રાત્રે દોઢ વાગે વરસાદ શરૂ થયો હતો લગભગ પંદર મિનિટ સુધી વરસેલ જોરદાર ઝાપટાં ને પગલે રોડપર પાણી વહેતાં થયા હતા તો બીજી તરફ અગાસીમાં નીંદર માણી રહેલ લોકો ની ઊંઘ બગડી હતી અને વરસાદ શરૂ થતાં ની સાથે પગરણ-પથારી સાથે ભાગદોડ મચાવી હતી આજના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ડુંગળી, કપાસ,ઘઉં સહિતની ખેત જણસો પલળી જવા પામી હતી એ સાથે કેટલાક વિસ્તારોમાં રાબેતા મુજબ થોડા સમય માટે વિજળી વેરણ બની હતી.

Previous articleભાવનગર રેલવે મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
Next articleઘરે ઘરે જીને પીજરા તથા વૃક્ષના રોપા વિતરણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી