ભાવનગર જિલ્લામાં આજે એક કોરોનાનો કેસ નોંધાયો, ૩ ડિસ્ચાર્જ

112

ફરી એકવાર ગ્રામ્ય કોરોનામુક્ત થયું
ભાવનગરમાં સતત પાંચમાં દિવસે આજે નવો એક કોરોનાનો કેસ નોંધાયો હતો, જેમાં શહેરમાં એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં એક કેસ હતો તેને પણ હોસ્પિટલમાં માંથી રજા અપાતા ફરી એકવાર ગ્રામ્ય કોરાનામુક્ત થયું હતું. હાલ ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, જેને કારણે શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૬ પર પોહચી છે, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૩ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૧૯ કેસ પૈકી હાલ ૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous article“યોગાસન તાલીમ શિબિર” અને “યુવક નેતૃત્વ તાલીમ શિબિર” યોજાઇ
Next articleબાજપાઈજીના જન્મદિન નિમિત્તે મનપા દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમ