બાજપાઈજીના જન્મદિન નિમિત્તે મનપા દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમ

34

આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના પૂર્વ વડાપ્રધાન અને કવિહ્રદયસ્થ સ્વ અટલબિહારી બાજપાઈજીના જન્મદિન નિમિત્તે ભાવનગર મહાપાલિકા દ્વારા કાવ્યાજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાવનગરના જાણીતા કવિઓએ કવિતાઓની પ્રસ્તુતિ કરી હતી સરદારનગર મીની ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાવ્યાજલી કાર્યક્રમનુ ઉદ્‌ઘાટન મેયર કીર્તિબેન દાણીધારીયાએ કર્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, ચેરમેન ધીરુભાઈ ધામેલીયા,શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ નગરસેવકો, આમંત્રિતો, રાજકીય આગેવાનો અને કવિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડો. પરેશ સોલંકી ડો.ફિરદૌસ દેખૈયા, નેહાબેન પુરોહિત, જીજ્ઞાબેન ત્રિવેદી, જયેશ ભટ્ટ, જીતુભાઈ વાઢેર સહિત કવિઓએ કવિતાઓની પ્રસ્તુતિ કરી હતી