કરચલીયા પરામાં બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : ચારને ઈજા

3541

શહેરનાં કરચલીયા પરા વિસ્તારમાં ગતમોડી રાત્રે બે જુથ વચ્ચે અથડામણ થતાં ૧૦૦ વધુ લોકો સામ સામે તિક્ષણ હથીયારો સાથે આવી જતાં વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો વિસ્તારમાં તંગદીલી ભર્યુ વાતાવરણ થવા પામ્યુ હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી જઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બન્ને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગતો મુજબ શહેરના કરચલીયા પરા ભરવાડવાડા ખાતે રહેતા ભરતભાઈ ભાકાભાઈ ચાવડાએ ગંગાજળીયા પોલીસમાં ફરિયાદ આપી છે કે વિજય દિનેશભાઈ રાઠોડ, રાજુ ઉર્ફે રાવણો ભૂપતભાઈ વાઘેલા, જગો ડોળીયો, કાળુ ચાંપલો, રાજીપો કોળી, જગદિશ ઉર્ફે જગો દાઢી વિપુલ કોળી, સાગર ઉર્ફે જટાયું, અલ્પેશ ઉર્ફે ભીમો, ખુશાલ તેમજ અન્ય ૪૦ થી ૫૦ જેટલા અજાણ્યા માણસો તલવાર, ધોકા, પાઈપ વડે અગાઉ થયેલ બોલાચાલીની દાઝ રાખી હુમલો કરી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા જ્યારે સામાપક્ષે, વિજય ઉર્ફે ચટણી દિનેશભાઈ રાઠોડ રે. ક.પરાએ વિક્રમ ઉર્ફે કાળીયો, ભરત બેચરભાઈ ચાવડા, ભરતભાઈ ભોકાભાઈ ચાવડા વશરામ વાસુભાઈ, હરી અને કાળાભાઈ સહિત ૪૦ થી ૫૦ લોકોના ટોળાએ અલ્પેશ ઉર્ફે ભીમાને થયેલ ઝગડાની દાઝ રાખી ભરતભાઈના ગબ્બા પાસે આવી એક સંપ કરી કુહાડી પાઈપ, ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ કરી નાસી છુટ્યા હતા બનાવ અંગે ગંગાજળીયા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleકૈલાસ માનસરોવરની યાત્રા બનશે સરળ : મનસુખભાઈ માંડવિયા
Next articleનારી ચોકડી પાસે કાર ભડભડ સળગી ઉઠી