નગરપાલિકા સંચાલિત પાનવાડી શાળામાં દાતાના સહયોગથી ગ્રોસરી કીટનું વિતરણ

317

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૩૮, પાનવાડીમાં યુવા અનસ્ટોપેબેલના મુખ્ય દાતા તરીકેના સહયોગથી અંદાજીત રૂ.૧૧૧૫ની કિંમતની ગ્રોસરી કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.કુપોષણ મુક્ત ગુજરાત’ના અભિયાનને સાકાર કરવા માટે ભોળાવદર શાળાના મુખ્ય શિક્ષક ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈ અને શાળાના શિક્ષક જીતુભાઈ જોષીના પ્રયત્નોથી શાળાના તમામ વિદ્યાર્થીઓને પોષણવર્ધક કીટ અર્પણ કરવામાં આવી હતી. રૂપિયા ૧૧૧૫/- ની આ કીટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી. અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ દ્વારા ૪૬૬ બાળકોને આ પોષણ વર્ધક કીટ આપવામાં આવી જેની કિંમત ૪ લાખ ૫૦ હજાર રૂપિયા જેટલી થાય છે. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી,ડેપ્યુટી ચેરમેન રાજદિપસિંહ જેઠવા, સમિતિના સદસ્યો હિરેનભાઈ ધ્રાગંધરિયા, નિતિનભાઈ વેગડ,મહેન્દ્રસિંહ ચાવડા, હરેશભાઈ વઘાસિયા, જાગૃતિબેન ગાંધી તેમજ કોર્પોરેટર મોનાબેન પારેખ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર ના મહામંત્રી ડો.હરેશભાઈ રાજ્યગુરુ,પ્રચાર મંત્રી ભરતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સભ્ય ઈદ્રિશભાઈ કુરેશીના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.