પાર્થ યુવા મંડળ દ્વારા દિવ્યનગજનો માટે વિનામુલ્યે અનાજ કીટ વિતરણ

556

પાર્થ યુવા મંડળ ભાવનગર દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિમાં ૮૦ દિવ્યાંગજનોને પાર્થ યુવા મંડળ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ, આ અનાજની કીટનાં દાતાઓ, સમીરભાઇ ભાયાણી, હિરલબેન ભાયાણી, આશાબેન ભાયાણી એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાનાજ વરદ હસ્તે આ દિવ્યંગોને અનાજની કીટનું વિતરણ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પાર્થ યુવા મંડળના ટ્રસ્ટીઓ પ્રમુખ મેહુલભાઇ બુધેલીયા, મનસુખભાઇ સોલંકી, મેહુલભાઇ વિસાણી, હરિરાજભાઇ પંચાલ તથા અશ્વિનભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.