ભગવાન જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિ કરાઈ

661

સમિતિ દ્વારા રથ સાથે રહેનારોઓના ઇ્‌ઁઝ્રઇ તથા વેકસીનેશ કરાયું : કોરોના મહામારીની ભીતીને લઇને તદ્દન સાદગીપૂર્વક ચુસ્ત બંદોબસ્ત સાથે ૩૬મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે : પત્રકાર પરિષદ યોજાઈ
આગામી ૧૨મી જુલાઈના દિવસે પરંપરાગત રીતે ભાવનગર માંથી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. દેશની ત્રીજા નંબરની અને રાજ્યની બીજા નંબરની ભાવનગરની ૩૬ ની રથયાત્રા કોરોના ની સંપૂર્ણ ગાઈડલાઈન અનુસાર નીતી નિયમો મુજબ શહેરમાંથી પસાર કરવામાં આવશે. આ રથયાત્રા અંતર્ગત શહેરના સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજીની નેત્ર વિધિ યોજાઈ હતી.એક પરંપરા અનુસાર આ નેત્રા વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે જ્યારે ભગવાન તેના મામાના ઘરે આવ્યા હતા ત્યારે તેને આંખો આવી હતી અને જેને લઇને ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. અને જ્યારે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા હતા ત્યારે ભગવાન નગરયાત્રાએ જવા નીકળ્યા હતા. ભાવનગરમાં આજે પણ રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ યોજવામાં આવી રહી છે ત્યારે આ એક નેત્ર વિધિ તરીકે ઓળખાતી આ વિધિને આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં આગામી રથયાત્રાને લઈને કોરોનાવાયરસ ની માહિતી લોકોને મુશ્કેલી ના પડે તે અંગે તંત્ર દ્વારા કોરોના ની સંપૂર્ણ ગાઇડલાઇન અનુસાર રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ તંત્ર દ્વારા રથયાત્રામાં જોડાનારા તમામ આગેવાનો એ ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવા અને તમામ આગેવાનોએ વેક્સિન લીધી હોવી જરૂરી હોવાનું તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. જે અંગે ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા શહેરના સુભાષ નગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ રથયાત્રા સાથે જોડાનાર તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ નું RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવાનું અને તમામ લોકોએ વેક્સીન પણ લેવી ફરજીયાત હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવતા ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના સહયોગ થી રથયાત્રા સમિતિના તમામ આગેવાનો અને સભ્યોને વેક્સિનેશન આરટીપી ટેસ્ટ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ભાવનગરની રથયાત્રા સાથે જોડાયેલા તમામ આગેવાનોએ કોરોનાની વેક્સિન લીધી હોવાનું રથયાત્રા સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ લોકોના આજે RTPCR ટેસ્ટ કરી અને ૪૮ કલાક પહેલાં રિપોર્ટ આપશે અને જો કોઈ શંકાસ્પદ જણાય છે તો તેને રથયાત્રા સાથે જોડવામાં આવશે નહીં જે અંગે રથયાત્રા ના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા દ્વારા તંત્રને ખાતરી આપવામાં આવી હતી.