ઇંગ્લેન્ડે ત્રીજી વન ડેમાં પાકને હરાવી ૩-૦થી શ્રેણી જીતી

578

(જી.એન.એસ)બર્મિંગહામ,તા.૧૪
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની વન ડે શ્રેણમાં પાકિસ્તાનની ટીમ ની શરમજનક હાર થઇ હતી. ઇંગ્લેન્ડની નવી ટીમે પાકિસ્તાનને ક્લીન સ્વીપ કરતા ત્રીજી વન ડે મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનની ટીમ ઇંગ્લેંન્ડ પ્રવાસે ગઇ હતી. જ્યાં ઇંગ્લેંન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વન ડે મેચોની શ્રેણી રમાઇ હતી. જેમાં ઇંગ્લેંન્ડે તમામ ત્રણેય વન ડેમાં પાકિસ્તાનને હાર આપી હતી. આમ ૩-૦ થી ઇંગ્લેન્ડ એ શ્રેણી જીતી લીધી હતી. પાકિસ્તાનની ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન ખરાબ દેખાવને લઇ, પાકિસ્તાની ફેન્સ પણ રોષે ભરાયા હતા. શ્રેણીની અંતિમ મેચમાં પાકિસ્તાની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી. આ દરમ્યાન ઇંગ્લેન્ડ સામે ૩૩૨ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેને ઇંગ્લેંન્ડની ટીમે ૭ વિકેટ ગુમાવીને હાંસલ કરી લેતા, અંતિમ મેચમાં જીતની આશાઓ પણ પાકિસ્તાનને ધૂળમાં મળી ગઇ હતી. અંતિમ મેચમાં આબરુ બચાવવા માટે પાકિસ્તાનની ટીમે મરણીયા પ્રયાસમાં હતુ. આ માટે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ૧૫૮ રન ફટકાર્યા હતા. જેને લઇ પાકિસ્તાનની ટીમે ૩૦૦ પ્લસ સ્કોર ખડકી મજબૂત લક્ષ્યાંક આપ્યુ હતુ. પરંતુ પાકિસ્તાનની આશાઓ લાંબી ટકી નહોતી જેમ્સ વિન્સના શતકની મદદ થી પાકિસ્તાનના મજબૂત સ્કોરને ૪૮મી ઓવરમાં જ પાર કરી લીધુ હતુ. એટલે કે ૨ ઓવર પહેલા જ લક્ષ્ય હાંસલ કરી શાનદાર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડ ટીમમાં શ્રેણી શરુ થવા પહેલા પહેલા જ કોરોના સંક્રમણ ફેલાયુ હતુ. જેને લઇને તાત્કાલીક ધોરણે નવી ટીમ રચવામાં આવી હતી. આમ નવી ટીમ સાથે શ્રેણીમાં ઉતરીને ઇંગ્લેંન્ડે પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરાવ્યો હતો. બેન સ્ટોક્સની કેપ્ટનશીપ ધરાવતી ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેમ્સના શતક ઉપરાંત લુઇસ ગ્રેગરીએ ૭૭ રન કર્યા હતા. ઓપનર ફિલીપ સોલ્ટ એ ૨૨ બોલમાં ૩૭ રન કર્યા હતા. જ્યારે બેન સ્ટોકસ એ ૨૮ બોલમાં ૩૨ રન કર્યા હતા. ઇંગ્લેંન્ડની ટીમે કોરોના સંક્રમણ ફેલાતા ટીમ માટે થયેલી મશ્કેલી પરીસ્થિતી વચ્ચે શાનદાર શ્રેણી વિજય મેળવ્યો હતો.

Previous articleઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં બાબર આઝમે ૧૪મી સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Next articleરાજ્યના આઠ જિલ્લાઓમાં એનડીઆરએફ ટીમ તૈનાત કરાઈ