મેરીટ બેઝ પ્રોગ્રેસન મળેલ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત આપવા એબીવીપીની રજૂઆત

712

ભાવનગર, તા. ૧૫
અખીલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ભાવનગર યુનિ.ના કુલપતિ સમક્ષ મેરિટ બેઝ પ્રોગ્રેશન મળેલ તમામ વિધાર્થીઓની પરિક્ષા ફી પરતમ આપવા ઉપરાંત વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી.
જેમાં R.T.I દ્વારા વિદ્યાર્થીને જવાબવહી સ્વ-મૂલ્યાંકન કરવા માટે આપવામાં આવે મેરીટ બેઝ પ્રોગ્રેસન (M.B.P) માં વિદ્યાર્થીને આવેલ એટીકેટીની પરીક્ષા તાત્કાલિક યોજવામાં આવે B.COM સેમેસ્ટર- ૦૬ માં બિઝનેસ કમ્યુનિકેશન ના પેપરમાં પ્રશ્નપત્રમાંનો ૩ નો અથવા નો પ્રશ્ન પૂછેલ નથી જેથી કરી વિદ્યાર્થીઓને તક મળેલ નથી આ બાબતે યુનિવર્સિટી વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરે કુલપતિને રૂબરૂ મળી ઉપર જણાવેલ વિષયનું આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં M.B.P મળેલ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત આપવી તેમજ M.B.P મળેલ તમામ વિદ્યાર્થીઓને એટીકેટીની પરીક્ષાઓ તાત્કાલિક યોજવી તથા R.T.I એક્ટ અંતર્ગત વિદ્યાર્થી અને સ્વમૂલ્યાંકન કરવા માટે જવાબવહી આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી.તેમજ હાલમાં ચાલી રહેલી પરીક્ષામાં B.COM સેમેસ્ટર-૦૬ સેકસના બિઝનેસ કમ્યુનિકેશન પેપરમાં પ્રશ્ન નો ૦૩ નો અથવા નો પ્રશ્ન પૂછાયેલા નથી જેથી વિધાથી ને તક મળેલ નથી તે અંતર્ગત વિદ્યાર્થી નિર્ણય કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી પરિષદ ભાવનગર શાખા દ્વારા કરવામાં આવી. આ પ્રશ્ને રજુવાત કુલપતિને રૂબરૂ કરવામાં આવી તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો ને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી.