ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ઓલિમ્પિક કિટ પહેરી ડાન્સ કરતો વીડિયો શેર કર્યો

387

(જી.એન.એસ)લંડન,તા.૧૫
ભારતની દિગ્ગજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તેમણે બુધવારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ઓલિમ્પિક કિટ પહેરી એક ડાન્સનો વીડિયો શેર કરેલો. આ વીડિયોને ૬ કલાકમાં ૬ લાખ લોકોએ જોયો અને ૮૦ હજાર લાઇક્સ પણ મળી છે. સાનિયા મિર્ઝા અત્યારસુધી પોતાના કેરિયરમાં ૬ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકી છે. હવે તેઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. સાનિયા વીડિયોમાં અમેરિકન રેપર ડોજા કેટના કિસ મી મોર ગીત પર ડાન્સ કરતો વીડિયો અપલોડ કર્યો હતો જેની કેપ્શનમાં લખેલું કે- મારા નામમાં ’એ’ શબ્દનું મારા જીવનમાં ઘણું મહત્ત્વ છે. વીડિયો મારફત સાનિયાએ છનો અર્થ પણ સમજાવ્યો. તેમણે લખ્યું હતું કે છનો અર્થ થાય છે-એગ્રેશન (આક્રમકતા), એમ્બિશન(મહત્ત્વાકાંક્ષી), અચીવ(જીત), અને અફેક્શન(સ્નેહ).આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થઇ ગયો છે. કુમાર મંગલમ બિરલાની છોકરી અનન્યા બિરલાએ વીડિયોમાં કમેન્ટ કરતાં કહ્યું કે- મને ડાન્સ સ્ટેપ પસંદ આવ્યા. તમને અભિનંદન. આના સિવાય કેટલાય ચાહકોએ વીડિયોમાં રિએક્ટ કર્યું છે. એની સાથે ટોક્યો ઓલિમ્પિક માટે તેમને શુભકામનાઓ આપી. ચાહકોએ કહ્યું કે ’એ’નો અર્થ એડોરેબલ(પ્રેમાળ) પણ થાય છે.

Previous articleયામી ગૌતમ લાલ ચૂડા, ઝુમકા-સૂટ સલવારમાં દેખાઈ
Next articleમેરીટ બેઝ પ્રોગ્રેસન મળેલ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત આપવા એબીવીપીની રજૂઆત