છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના નવા ૩૯,૭૪૨ પોઝિટિવ કેસ નોંધાયા

444

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૯,૭૪૨ નવા કેસો નોંધાયા છે અને સંક્રમણના કારણે ૫૩૫ નવા મોત થયા છે. દેશમાં હવે પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૧૩,૭૧,૯૦૧ છે. જ્યારે મૃત્યુ આંકની કુલ સંખ્યા ૪,૨૦,૫૫૧ પર પહોંચી ગઈ છે. તે સમયે છેલ્લા ૨૪ કલાકમાં ૩૯,૯૭૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા ૪,૦૮,૨૧૨ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસની ૫૧,૧૮,૨૧૦ રસી આપવામાં આવી હતી. જે પછી કુલ રસીકરણનો આંકડો ૪૩,૩૧,૫૦,૮૬૪ હતો.આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં રવિવારે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના એક બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વીપસમૂહમાં કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત લોકોની સંખ્યા ૭,૫૨૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ત્રણ દર્દીઓની સ્વસ્થ થયા પછી જે લોકોની તબિયત સુધરી છે. તેઓની સંખ્યા વધીને ૭,૩૮૨ થઈ ગઈ છે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના સારવાર હેઠળ આવતા દર્દીઓની સંખ્યા ૧૪ છે. જ્યારે અત્યારસુધીમાં આ રોગને કારણે ૧૨૯ દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય બુલેટિનમાં જણાવવામાંં આવ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના માટે અત્યાર સુધીમાં ૪.૩૧ લાખ લોકોની તપાસ કરવામાં આવી છે અને કોરોનાની ૨.૮૧ લાખ લોકોને રસી આપવામાં આવી છે. આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ ૪૫,૬૨,૮૯,૫૬૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૨૪ જુલાઈએ વધુ ૧૭,૧૮,૭૫૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Previous articleમહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકમાં પૂરથી તબાહીઃ ત્રણેય સૈન્ય દ્વારા વૉર રૂમ શરુ કરાયો
Next articleભારે વરસાદ અને વિજળી પડવાથી મધ્ય પ્રદેશ-કર્ણાટકમાં ૧૪ લોકોના મોત