પંજાબમાં યૂથ અકાલી દળના નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા

131

મોહાલી,તા.૭
મોહાલીના સેક્ટર ૭૧માં સનસનીખેજ ઘટના ઘટી, અહીં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સદસ્ય પર ફાયરીંગ કરી હત્યા કરી દેવાઈ છે. મૃતક સદસ્યનુ નામ વિક્રમજીત સિંહ ઉર્ફ વિક્કી મિટ્‌ઠુ ખેડા જણાવાયુ છે. ગેંગવોરમાં વિક્રમજીત સિંહને ૧૫ ગોળીઓ વાગી. ચાર હુમલાવરોએ યૂથ અકાલી દળના પ્રધાન વિક્કીની ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ છે. વિક્કી મિટ્‌ઠુ ખેડા અકાલી નેતા અજય મિટ્‌ઠુ ખેડાનો નાનો ભાઈ હતો. અજય મિટ્‌ઠુ ખેડાએ તાજેતરમાં જ નગર નિગમ ચૂંટણીમાં પૂર્વ મેયર કુલવંતના પુત્ર સામે ચૂંટણી લડી હતી. વિક્કી સવારે પ્રોપર્ટી ડીલર પાસે આવ્યો હતો, જ્યાં પહેલાથી રાહ જોઈને બેસેલા હુમલાખોરેએ તેની પર તાબડતોડ ગોળીઓ ચલાવી દીધી. જોકે વિક્કી બચવા માટે અડધો કિલોમીટર સુધી દોડ્યો પરંતુ હુમલાખોર તેની પાછળ ભાગતા રહ્યા અને કમ્યુનિટી સેન્ટર સેક્ટર ૭૧ના ગેટની બહાર તેની હત્યા કરી દેવાઈ.
તપાસમાં જાણવા મળ્યુ છે કે વિક્કી પોતાની ફૉર્ચ્યુનર ગાડીમાં આવ્યો હતો અને તેની પોતાની પાસે પણ લાઈન્સવાળી પિસ્ટલ હતી પરંતુ હુમલાખોરોએ તેને પિસ્ટલ ઉઠાવવાની તક આપી નહીં. પોલીસે ગાડીને કબ્જામાં લઈને તપાસ શરૂ કરી દીધી છે. બમ્ભીહા ગેંગના ૨ ગેંગસ્ટરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બંને ગેંગસ્ટર પહેલા લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીત હતા પરંતુ હવે આ બમ્ભીહા ગેંગ માટે કામ કરી રહ્યા હતા અને લોરેન્સ બિશ્નોઈના સાગરીત પર હુમલો કરવાના ફિરાકમાં હતા.

Previous articleસંગ્રહખોરી કરનારા તેલિયા રાજાઓ પર વિજિલન્સના દરોડા પાડવામાં આવશે
Next articleદિલ્હીમાં જયશંકરે કતારના દૂત સાથે મુલાકાત કરીઃ અફઘાન મુદ્દે ચર્ચા થઇ