દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૯૨૧ કેસ

67

નવી દિલ્હી,તા.૫
દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫ હજાર ૯૨૧ કેસ સામે આવ્યા છે અને ૨૮૯ લોકોના મૃત્યુ થયા છે. કાલે ૬ હજાર ૩૯૬ કેસ અને ૨૦૧ મોત નોંધાયા હતા. એટલે કે કાલની તુલનામાં આજે કેસમાં ઘટાડો થયો છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડા પ્રમાણે કાલે કેસમાં ૧૩ હજાર ૪૫૦ લોકો સાજા થયા, ત્યારબાદ હવે એક્ટિવ કેસ ઘટીને૬૩ હજાર ૮૭૮ રહી ગયા છે. તો મહામારીને કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૫ લાખ ૧૪ હજાર ૮૭૮ થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી ૪ કરોડ ૨૩ લાખ ૭૮ હજાર ૭૩૧ લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના આશરે ૧૭૮ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે ૨૪ લાખ ૬૨ હજાર ડોઝ આપવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સીનના ૧૭૮ કરોડ ૫૫ લાખ ૬૬ હજાર ૯૪૦ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારીથી પીડિત લોકોને ૨ કરોડથી વધુ (૨,૦૫,૦૭,૨૩૨) પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી કરવામાં આવી હતી. તે જ સમયે, દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ ૧૨ થી ૧૭ વર્ષની વયના બાળકો માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિડ રસી કોવોવેક્સને કટોકટી ઉપયોગની પરવાનગીની ભલામણ કરી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ૨૮ ડિસેમ્બરે પુખ્ત વયના લોકોમાં કટોકટીની પરિસ્થિતિઓમાં મર્યાદિત ઉપયોગ માટે કોવોવેક્સને મંજૂરી આપી હતી. દેશના રસીકરણ અભિયાનમાં હજુ સુધી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જીૈૈંં ખાતે સરકાર અને નિયમનકારી બાબતોના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંઘે ૨૧ ફેબ્રુઆરીના રોજ ડ્ઢઝ્રય્ૈંને અરજી સબમિટ કરી હતી, જેમાં ૧૨ થી ૧૭ વર્ષની વયના બાળકો માટે કોવોવેક્સ માટે ઈેંછની માંગણી કરવામાં આવી હતી.

Previous articleરશિયાએ યુક્રેનમાં આશિંક યુદ્ધ વિરામની કરી જાહેરાત
Next articleબ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું નૌસેના દ્વારા પરીક્ષણ