ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથેત્રિવેણી પર્વ “બળેવ”ની આજે ઉજવણી

136

છેલ્લી ઘડીએ શહેરમાં રાખડી-મિઠાઈ સહિતની વસ્તુઓ ની ખરીદી માટે ચિક્કાર ભીડ સર્જાઈ
શ્રાવણસુદ પૂનમ એટલે કે રક્ષાબંધન,બળેવ,નાળીયેરી પૂનમ સહિતના નામોથી પ્રચલિત આ પર્વને “ત્રિવેણી” પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ-બહેનના પવિત્ર સંબંધો નું મહાપર્વ એટલે રક્ષાબંધન આજરોજ સમગ્ર દેશ સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે.પ્રતિવર્ષ શ્રાવણસુદ પૂર્ણિમા ના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, સાગરખેડૂ(માછીમારો) રત્નાકર(દરિયાનું) પૂજન કરી દરિયો ખેડવાનો આરંભ કરે છે અને બ્રાહ્મણો નવી દ્વિજત્વ (જનોઈ) ધારણ કરી ઈશ્વર પાસે સુર્ભિક્ષ ની કામના ઓ કરે છે આથી આ પર્વને ત્રિવેદી મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે
ભાવનગર શહેર-જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે છેલ્લા બે વર્ષ થી પ્રત્યેક ઉત્સવો-તહેવારો માં “કોરોના” મહામારી ની વિઘ્ન ગ્રહણ બનીને નડી રહ્યું હતું પરંતુ આ વર્ષે શહેર-જિલ્લો એકલ-દોકલ જિલ્લા ના પોઝિટિવ કેસને બાદ કરતાં શહેર સંપૂર્ણ પણે કોરોના મુક્ત છે ત્યારે લોકો નો આ પર્વને લઈને ઉત્સાહ પણ બેવડાયો છે બહેનો ભાઈઓ ના કાંડે રાખડી બાંધી રક્ષાની કામના કરશે તો વિપ્રબંધુઓ આજે સૂર્યનારાયણ,વેદમાતા ગાયત્રી તથા તેત્રીસ કોટી દેવ-દેવીઓની સાક્ષીએ નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે બ્રાહ્મણો ઉપરાંત ક્ષત્રિયો પણ આજે ધર્મ-શ્રદ્ધા સાથે યજ્ઞોપવિત ધારણ કરશે શહેરમાં આવેલી બ્રહ્મ સમાજની જ્ઞાતિ ની વાડીઓ તથા ધાર્મિક સ્થળો એ દરવર્ષની પરંપરા મુજબ સમુહ યજ્ઞોપવિત ધારણ કરવાનાં કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બ્રહ્મ ચોર્યાસી-બ્રહ્મ ભોજન પણ યોજાશે તો બીજી તરફ ઘોઘા સહિત સાગર કાંઠે વસેલાં તટવર્તિય ગામોમાં માછીમાર પરિવારો દ્વારા દરિયાદેવ નું પૂજન કરી દરિયો ખેડવાનો આરંભ કરશે શહેરમાં વસતાં સિંધી સમાજના લોકો પણ આજના દિને દરિયાલાલ ને દૂધ,અક્ષત,પૂષ્પ અર્પણ કરી વિશ્વ શાંતિ ની કામનાઓ કરશેઆજે રક્ષાબંધન રવિવારે હોય જેને પગલે જાહેર રજા નો પણ સારોએવો લાભ લોકો ને મળશે આ પર્વને લઈને શહેરીજનોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે.
પર્વની પૂર્વ સંધ્યાએ બજારોમાં ભીડ ઉમટી
રક્ષાબંધન પર્વને લઈને ભાવનગર શહેર ની વિવિધ બજારોમાં વેપારીઓ છેલ્લી ઘડી સુધી ગ્રાહકોની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને મનોમન ઈશ્વરને પ્રાર્થના પણ કરી રહ્યાં ત્યારે આ પ્રાર્થના ભગવાને સાંભળી લીધી હોય તેમ શહેરમાં ઢળતી સાંજે મહિલાઓ એ ચિક્કાર ભીડ જમાવી હતી રાખડી, મિઠાઈ, સહિતની વસ્તુઓ ખરીદવા પડાપડી કરી હતી જેને પગલે વેપારીઓ ખુશ થયા હતા.
રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવાના શુભ મુર્હુતો
આજે રક્ષાબંધને બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને તેની લાંબા આયુષ્યની કામના કરે છે. આ વખતે રાખડી બાંધવાના મુર્હુતો આ પ્રમાણે છે. જોકે, આ માટે એ પણ જરૂરી છે કે શુભ મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવે.રક્ષાબંધન ૨૦૨૧નું શુભ મુહૂર્ત ૨૨ ઓગસ્ટના રોજ, શોભન યોગ સવારે ૦૬ઃ૧૫ થી સવારે ૧૦ઃ૩૪ સુધી રહેશે અને ધનિષ્ઠા નક્ષત્ર સાંજે ૦૭ઃ૩૯ સુધી રહેશે. આ દિવસે સવારે ૦૫ઃ૫૦ થી સાંજે ૦૫ઃ૫૮ સુધી રાખડી બાંધી શકાય છે.અભિજીત મુહૂર્તઃ – બપોરે ૧૨ઃ૦૪ થી ૧૨ઃ૫૮ મિનિટ સુધીઅમૃત કાળઃ- સવારે ૦૯ઃ૩૪ થી ૧૧ઃ૦૭ સુધીબ્રહ્મ મુહૂર્તઃ- ૦૪ઃ૩૩ થી ૦૫ઃ૨૧ સુધીઆમ તો, આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળની કોઈ છાયા નથી. આવી સ્થિતિમાં, ૨૨ ઓગસ્ટના રોજ જણાવવામાં આવેલા સમય દરમિયાન, લગભગ આખો દિવસ રાખડી બાંધી શકાય છે.

Previous articleરવિવારના રક્ષાબંધન પર્વે ઘેર-ઘેર જઈ પોસ્ટ કર્મીઓ રાખડી પહોંચાડશે
Next articleમાલદીવ્સમાં બાળકો સાથે કરીના સમય વિતાવી રહી છે