રવિવારના રક્ષાબંધન પર્વે ઘેર-ઘેર જઈ પોસ્ટ કર્મીઓ રાખડી પહોંચાડશે

539

પોસ્ટ ઓફિસો બંધ પણ રાખડીની ડીલીવરી સવારે ૧૦ સુધી ચાલુ રાખવા નિર્ણય
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. આ વર્ષે વરસાદી માહોલમાં સૌરાષ્ટ્રમાં રક્ષાબંધન પર્વની ઉજવણીનો ઉતસાહ વિશેષ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ રવિવારનું રક્ષા બંધન પર્વ રવિવારે આવ્યું હોવાથી ભાવનગર સર્કલની તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા લોકોને સમયસર રાખડી મળી જાય તે માટે રવિવારે પણ ઘેર-ઘેર રાખડી પહોંચાડવા માટે બપોર સુધી ડીલીવરીની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે રવિવારે સવારે ૮ થી ૧૦ સુધી તમામ પોસ્ટમેન દ્વારા મોકલવામાં આવેલી રાખડીનું વિતરણ કરતાં રહેશે.આથી દરેક ડિલિવરી પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર,સબ પોસ્ટ માસ્તરઓને જણાવવાનું કે આવતીકાલે રવિવારના રોજ રક્ષાબંધન નિમિત્તે ઑફિસમાં આવતી દરેક “રાખી મેઈલ” ની ડિલિવરી કરવા માટે જરૂરી પોસ્ટમેન,જી.ડી.એસ. (ડિલિવરી સ્ટાફ)ને ઑફિસમાં હાજર રાખી રાખી મેઈલનું વિતરણ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે,રક્ષાબંધનના પર્વ નિમિતે બહેનો દ્વારા ભાઈઓની સુરક્ષામાટે વ્યક્ત થતી શુભ પ્રાર્થનામાં સહયોગ આપશે. રક્ષાબંધન પર્વે રાખડીઓ સમયસર મળી રહે તે માટે અમુક ટ્રેનો બંધ હોવાથી રાજ્યો અથવા શહેરો સહિતના સ્પીડપોસ્ટ મારફતે ભાવનગર રાખડીઓ આવી રહી છે. ભાઈ બહેનના અતુટ સ્નેહના બંધન સ્વરૂપ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં પોસ્ટલ તંત્રની ઉપયોગી સેવા લોકોમાં સરાહનીય બની રહેશે. આ અંગે ભાવનગરના પોસ્ટ માસ્તર વી.ડી.જોલિયાએ જણાવ્યું હતું કે દરમિયાન આ વર્ષે ટપાલતંત્ર દ્વારા રક્ષાબંધન નિમિતે રાખડીની જે વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ભાવનગર સર્કલમાં ૪૦ પોસ્ટમેનો તથા તખ્તેશ્વર સર્કલના ૭ પોસ્ટમેનો વિતરણ વ્યવસ્થામાં જોડાયા છે, ભાવનગર સર્કલની તમામ પોસ્ટ ઓફિસો તા.૨૨ને રવિવારે સવારના ૮ થી ૧૦ રાખડીઓ પોસ્ટ ઓફીસથી લઈ દરેક વિસ્તારોમાં રાખડીઓની ડીલીવરી કરશે,

Previous articleભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા તંત્ર દ્વારા લેવાયેલા જ્ઞાતિ, સંસ્થાઓને મિઠાઈ માટે ફરજીયાત રજીસ્ટ્રેશનના નિર્ણય બાબતે રજૂઆત કરાઈ
Next articleભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથેત્રિવેણી પર્વ “બળેવ”ની આજે ઉજવણી