ભાવનગરમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો

180

કોરોના દરમિયાન ઇન્જેક્શન, દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી અનેક સમસ્યાઓ લોકોને ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા – અમિત ચાવડા
ભાવનગર શહેર-જિલ્લામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં આજથી ભાવનગરમાં ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કોરોના થી મૃત્યુ પામેલા તમામ મૃતકોના પરિવારજનોને સહાય આપવા તેમજ કોરોનામાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે જે ખર્ચ લોકોએ કર્યો છે તમામ સરકાર દ્વારા પરત ચૂકવવામાં આવે અને કોરોના દરમિયાન લોકોના થયેલા અવસાનના સાચા આંકડા જે સરકાર દ્વારા છુપાવવામાં આવી રહ્યા છે. તે લોકો સમક્ષ મૂકવામાં આવે તે અંગેની આ યાત્રાનો પ્રારંભ કરાયો હતો.કોરોના મહામારી દરમિયાન લોકોને આ બે વર્ષના સમયગાળામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જેમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને આ કોરોના ને લઈને ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારી દરમિયાન જે પણ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય અને તેઓના કોરોના ને લઈને અવસાન થયા હોય તેવા લોકોના ઘરે જઈ તેઓની યાત્રા સાંભળી અને સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય મળે તે અંગેના ફોર્મ કોંગ્રેસ સમિતિ દ્વારા ભરવાનો પ્રારંભ કરાયો છે. કોરોના મહામારી દરમિયાન લોકોની મુશ્કેલી અંગે સહાયરૂપ બનવા કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરાયું હતું. આ ન્યાય યાત્રાનો ભાવનગર શહેર જિલ્લામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ વરતેજ ખાતે જિલ્લા મથકની ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો હતો. અને ત્યારબાદ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ન્યાય યાત્રા અંતર્ગત લોકોના ઘરે પહોંચી અને કોરોના દરમિયાન પડેલી મુશ્કેલી અંગે યોગ્ય અવાજ ઉપાડવા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ ખાતેથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ન્યાય યાત્રાના પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, એક તરફ સરકાર સમગ્ર દેશમાં કોરોનાથી માત્ર દસ હજાર મૃત્યુ થયા હોવાનું જણાવી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં જ દસ હજારથી વધુ લોકો કોરોનાથી અવસાન પામ્યા છે. આ તમામ લોકોને કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભામાં સવાલ ઉઠાવી અને ન્યાય આપવા માટે માંગ કરવામાં આવશે. કોરોના દરમિયાન લોકોને ખાનગી હોસ્પિટલોમાં સારવારનો જે ખર્ચ લાગ્યો છે. તે ખર્ચ પણ સરકાર ચૂકવી આપે તેવી માંગ પણ કરવામાં આવશે. સરકાર દ્વારા કોરોના ના સમયમાં અનેક પ્રકારની લોકોને મુશ્કેલી પડે તેવી કામગીરી કરવામાં આવી હતી જેમાં ઇન્જેક્શન દવાઓ ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી અનેક સમસ્યાઓ લોકોને ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ આટલું જ નહીં સરકાર દ્વારા કોરોના મા અવસાન પામેલા લોકોનો મૃત્યુઆંક પણ સરકાર દ્વારા છુપાવવામાં આવી રહ્યો છે ત્યારે આ તમામ મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર પાસે જવાબ માંગવામાં આવશે અને લોકોને સહાય મળે તે અંગેની ઉગ્ર માંગ કરવામાં આવશે.

Previous articleમહિલા મોરચાની રાષ્ટ્રીય કારોબારીમાં વિભાવરીબેન દવેની થયેલી નિમણૂંક
Next articleપાલીતાણાના રણછોડભાઈ મારુંને લાગ્યો છે “ઝવેરચંદ મેઘાણીનો રંગ”