જેસર તાબેના કદમગીરી ગામ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૧૬૮ કિ.રૂ. ૫૦,૪૦૦/- નો મુદામાલ ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

735

ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.સૈયદ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ.ભાવનગર ટીમ જેસર વિસ્તારમાં હતી. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે કદમગીરી ગામે રહેતા વિપુલ નાથાભાઇ પરમાર રહે. કદમગીરી વાળાએ દારૂનો જથ્થો ઉતારેલ છે. અને કમદગીરી પંચાયત કચેરીની જાહેરમાં આવેલ એક ઓરડીના ટાંકામાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જે હકિકત આઘારે રેઇડ કરતા કુલ બોટલ નંગ-૧૬૮ કી.રૂ ૫૦,૪૦૦/-નો માદામાલ મળી આવતા તેના વિરૂધ્ધમાં પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એ ઈ ૧૧૬બી, મુજબ નો ગુન્હો જેસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે
. આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા તિરૂણસિંહ સરવૈયા પો.કો. કુલદિપસિંહ ગોહિલ તથા શકિતસિંહ સરવૈયા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleફિલ્મો ન મળતા હુમા કુરેશી નિર્માણના ક્ષેત્રમાં ઝંપલાવશે
Next article‘યોગ બેક બંડીગ ક્વિન’ તરિકે ઓળખાતી હેતસ્વી સોમણી નો આજે જન્મદિવસ