‘યોગ બેક બંડીગ ક્વિન’ તરિકે ઓળખાતી હેતસ્વી સોમણી નો આજે જન્મદિવસ

514

ભાવેણા કાઠીયાવાડની દીકરી ગુજરાત અને દેશ-વિદેશમાં નામ રોશન કરતી હેતસ્વી સોમાણી ઓલ ઇન્ડિયામાં યોગક્ષેત્રે છેલ્લા બે વર્ષથી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપી રહી છે.

ભાવનગર ને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે એક અનોખી કલા યોગકક્ષામાં વિશ્વક્ષેત્રે ચમકતા હેતસ્વી સમાણી નો આજે જન્મદિવસ છે તેઓ 21 વર્ષ પૂર્ણ કરી 22 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયન હેતસ્વીએ પોતાના અને દેશના નામે 60 ગોલ્ડ, 45 સિલ્વર, ૩૦ બોન્ઝ મેડલોની હારમાળા ભારત દેશના નામે કર્યા છે. યોગમાં યોગ ડિપ્લોમા એન્ડ નેચરોપેથી નો અભ્યાસ પૂર્ણ કરી નાની ઉંમરે પોતાની હોય કરતા પણ વધુ નામના મેળવી છે આ ઉપરાંત વિશેષ સિદ્ધિ માં મિસ યોગીની ઓફ વર્લ્ડ , મિસ યોગીની ઓફ યુનિવર્સ, મિસ યોગીની ઓફ પ્રિન્સેસ તેવા અનેક બિરુદો મેળવેલા છે તેમજ મર્હિષ ડેવલોપ આંતરરાષ્ટ્રીય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, જયદીપસિંહજી એવોર્ડ જેવા ૩૦ થી વધુ એવોર્ડ અંકિત કરી ચૂકી છે આવા નીતિશીલ ગતી ધરાવતા પ્રેમાળ, દયાળુ અને લાગણીશીલ સ્વભાવ ધરાવનાર હેતસ્વી ખૂબ જ મહેનત કરી આગળ વધી રહયા છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમને અનેક વાર સન્માનિત કરી ચુક્યા છે. દેશનું ગૌરવ વધારનાર આ કાઠિયાવાડી દીકરી પરણિત હોવા છતાં યોગની દરેક ઇવેન્ટમાં ભાગ લઇ દેશને અનેક મેડલો જીતાડેલ છે અને દેશ નું ગોરવ વધારેલ છે. તેમના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હેતસ્વીનું કહેવું છે કે કે દરેક સિદ્ધિઓ પાછળ તેમના વડીલોના અને ભગવાન ના આશીર્વાદ પ્રદાન છે.

આજના દિવસે તેઓ પોતાના પરિવાર માતા નેહલબેન, સાસુ સુનિતાબેન, પિતા પ્રવિણભાઇ, સસરા ભરતભાઇ, પતિ કાર્તિક અને નાનાભાઈ ધાર્મિકભાઈ સાથે જ્ન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરશે.