ભાવનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન સ્નેહનું સંભારણું કાર્યક્રમ યોજાયો

107

ભાવનગર શહેરના સિંધુનગરમાં આવેલી મોઢ ચાતુર્વેદી રાજ્યાગોર સમવાઈ કુમાર છાત્રાલય ખાતે છાત્રાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્નેહમિલન યોજાયું, જેમાં આ છાત્રાલયના વર્ષ ૧૯૪૪ થી આજ દિન સુધી અભ્યાસ અર્થે બોર્ડિંગ માં રહેલા વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે હજાર રહ્યા હતા. એવું પહેલી વાર બન્યું હશે કે જેમાં છાત્રાલયના વિદ્યાર્થીઓની ચાર પેઢી આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી હતી.આ કાર્યક્રમ ની શરૂઆત માં કોરોના માં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે ૨ મિનિટ નું મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ મહામારી સામે માનવજાત જીતે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ શાંતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું તથા બોર્ડિંગ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા જ્ઞાતિજનો નું વિશિષ્ટ કામગીરી બદલ સમ્માન કરવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાતિના યુવાનો કે જે આર્મી માં ફરજ બજાવે છે તે જવાનો નું સમ્માન કરવામાં આવ્યું હતું.

Previous articleનારી ચોકડીથી પીપળી સુધીના બિસ્માર રોડના સમારકામનું મુહૂર્ત આવતું નથી
Next articleસોમનાથ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રોટ્રેટ પ્રદર્શનમાં ભાવનગરના સાત ચિત્રકારોના પણ પોટ્રેટ પ્રદર્શનમાં મુકાયા