સોમનાથ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રોટ્રેટ પ્રદર્શનમાં ભાવનગરના સાત ચિત્રકારોના પણ પોટ્રેટ પ્રદર્શનમાં મુકાયા

127

સંસ્કાર ભારતી અમૃત મહોત્સવ-ગુજરાત પ્રાંત. સ્વાતંત્ર ભારતની ૭૫મી ઉજવણી નિમિતે, આજના દિવસે મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીના જન્મ દિવસ નિમિત્તે. ગુજરાતના ૭૫ સિલેક્ટ કરેલા ચિત્રકારો પાસે, નરેન્દ્રભાઈ મોદીના ૭૫ પોટ્રેટ બનાવવામાં આવ્યા છે. અને તેમનુ પ્રદશઁન, આજ રોજ સોમનાથ મુકામે યોજવામાં આવેલ છે. તેમાં ગૌરવની વાત એ છે, કે ભાવનગરના સાત ચિત્રકારોના બનાવેલા પોટ્રેટ પણ, એકઝીબિશનમાં સામેલ કરવામાં આવ્યા છે.ડૉ.અશોકભાઈ પટેલ, બિપીનભાઈ દવે, કે.ટી.ગોહિલ, કોમલ રાઠોડ, રાજુ ચૌહાણ, જયેશ જાદવ અને ભાવિક ચૌહાણ ભાવનગરનુ ચિત્રકલામાં ગૌરવ ગુજરાત લેવલે અપાવ્યુ છે. સૌ કલાકારોને ખોબલે ખોબલે અભિનંદન.

Previous articleભાવનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન સ્નેહનું સંભારણું કાર્યક્રમ યોજાયો
Next articleસિહોરનુ ગૌત્તમેશ્વર તળાવની સપાટી ૮૫ ફુટ : ઓવર ફ્લોના આરે પહોંચ્યો