રોડ પર બેશુદ્ધ થયેલા બાઈક સવાર પાસેથી મળી આવેલો 2 લાખનો મુદ્દામાલ 108ના સ્ટાફ દ્વારા દર્દીના પરિવારજનોને પરત કરાયો

138

મોબાઈલ સોનાનો ચેન, 50 હજાર રોકડ અને મોબાઈલ મળી આવ્યો હતો
શહેરના કાળીયાબિડમા પાણીની ટાંકીથી જવેલ્સ સર્કલ તરફ જઈ રહેલ એક બાઈક સવાર રોડપર બેહોશ થઈ જતાં 108ની ટીમે તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દર્દી પાસે રોકડ તથા સોનાના દાગીના મળી 2 લાખ જેવો મુદ્દામાલ દર્દીની પત્નીને સુપ્રત કરી પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. શહેરના કાળીયાબિડ વિસ્તારમાં રહેતો વિરાટ સંજયભાઈ દૂધરેજીયા ઉ.વ.28 આજરોજ સવારના સમયે પોતાનું બાઈક લઈ ઘરેથી કામ પર જવા નીકળ્યો હતો. આ યુવાન પાસે રૂપિયા 50 હજાર રોકડા ગળામાં દોઢ તોલાનો સોનાનો ચેઈન તથા પેન્ડલ, મોબાઈલ, બ્લૂટુથ મળી કુલ રૂ 2.15લાખનો મુદ્દામાલ હતો.

આ યુવાન કાળીયાબીડમા પાણીની ટાંકીથી હિમાલયા મોલ પાસે એકાએક બેહોશ થઈ ઢળી પડ્યો હતો. આથી રાહદારીઓએ 108ને જાણ કરતાં તળાજા જકાતનાકા વિસ્તારમાંથી 108 ઈએમટી રામદેવસિંહ ગોહિલ તથા પાઈલોટ હર્ષદ નાથાણી સ્થળ પર દોડી આવ્યા હતાં અને યુવાનને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં યુવાન સંપૂર્ણપણે ભાનમાં આવતા યુવાને પોતાનું નામ સરનામું આપતાં ટીમે દર્દીના પત્નીને હોસ્પિટલમાં બોલાવી દર્દીની હાજરીમાં રોકડ- દાગીના સહિત રૂપિયા બે લાખ પંદર હજારનો મુદ્દામાલ સુપ્રત કરી પ્રમાણીકતાનો શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો છે. આ કામગીરીને ભોગગ્રસ્તના પરિવારે તથા લોકોએ બિરદાવી હતી.

Previous articleકોવિશિલ્ડ લેનારને એન્ટ્રી માટે યુકેની મંજૂરી, સર્ટિફિકેટ પર સવાલ
Next articleભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં રહેતા યુવકનો બોરતળાવમાંથી મૃતદેહ મળી આવ્યો