ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં રહેતા યુવકનો બોરતળાવમાંથી મૃતદેહ મળી આવ્યો

140

ડી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં રહેતાં 28 વર્ષીય શ્રમજીવી યુવાનનો મૃતદેહ બોરતળાવમાંથી તરતો મળી આવતા ફાયરબ્રિગેડના જવાનોએ લાશને પાણી માથી બહાર કાઢી પોલીસને સોંપતા ડી ડિવિઝન પોલીસની ટીમે લાશનો કબ્જો લઈ મોતનું કારણ જાણવા પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજરોજ શહેરના ગૌરીશંકર સરોવર(બોરતળાવ)થી કોઈ રાહદારીએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી કે, બોરતળાવમા એક લાશ તરતી જોવા મળી રહી છે. જે માહિતી મળતાં જ ફાયરબ્રિગેડનો કાફલો બોરતળાવ ખાતે દોડી આવ્યો હતો અને તરવૈયાઓએ લાશને કિનારે લાવી ડી-ડીવીઝન પોલીસને હવાલે કરતાં પોલીસે લાશનો કબ્જો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના શરીર પર કોઈ ઈજા કે હથિયાર ના ઘા ના નિશાન જોવા મળ્યાં ન હતાં તથા તેનાં પેન્ટના ખીસ્સામાં થી મળેલ ઓળખ કાર્ડ આધારે મૃતક શહેરના ચાવડીગેટ વિસ્તારમાં રહેતો રાજેશ ઘનશ્યામભાઈ વાઘેલા ઉ.વ.28 હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે મૃતકના વાલી-વારસદારોને બોરતળાવ બોલાવી પ્રારંભિક પુછપરછ કરી મોતનું કારણ જાણવા લાશને પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવમાં મૃત્યુ નું કારણ અકબંધ રહેવા પામ્યું હતું.

Previous articleરોડ પર બેશુદ્ધ થયેલા બાઈક સવાર પાસેથી મળી આવેલો 2 લાખનો મુદ્દામાલ 108ના સ્ટાફ દ્વારા દર્દીના પરિવારજનોને પરત કરાયો
Next articleભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોએ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છક મુલાકાત કરી