જાફરાબાદના વઢેરા રોડ પર ગોળાઈમાં કારએ પલ્ટી ખાધી

1009

જાફરાબાદ વઢેરા રોડ પર જોખમી વળાંકમાં કાર ચાલકે કાબુ ગુમાવતા કારે પલ્ટી ખાધી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

જાફરાબાદના વઢેરા કડીયાળીના જોખમી ગોળાઈમાં કારનો અકસ્માત થયો હતો. ઉના તરફથી આવતી કાર નં. જી.જે.૪ ૧ર બીઆર ર૪૩૩ના કાર ચાલેક કારપરનો કાબુ ગુમાવતા કાર ગોથા મારી જતા દુર ખાળીયામાં ફંગોળાઈ હતી. કારના ચાલકે મહા મુસીબને કારમાંથી બહાર નિકળી ગયો હતો  જો કે સદનસીબે નુકશાની કે જાનહાન થયું ન હતી. આગોળાય અતિ જોખમી હોય અહીં અવાર-નવાર નાના મોટા અકસ્માત થતા હોય કોઈ મોટી ઘટના બને તે પહેલા અહીંયા તંત્ર દ્વારા સત્વરે યોગ્ય પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.

Previous articleઉજજૈનથી ગુમ થયેલી મહિલાને અમરેલી ૧૮૧ અભિયમ્‌ પરિવાર સાથે મેળવાઈ
Next articleબોટાદમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો ૧૬મીથી પ્રારંભ