જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક બચાવવા માટે પ્રયાસો

0
469

જિલ્લામાં વરસાદની ખેંચના કારણે પ્રિ-મોનસુન વાવેતર કરનાર ખેડૂતોએ પાક બચાવવા માટે મરણિયા પ્રયાસ હાથધર્યા છે. વરસાદ સમયસર નહી આવતા ખેડૂતો માટે ખેતરમાં ઉભેલો પાક બચાવવો પ્રાથમિકતા બની ગઇ છે. આર્થિક રીતે હવે પોષાતુ નહી હોવા છતા ખેડૂતો ખાસ કરીને કપાસના પાકને પાણ પાવા માટે મજબુર બન્યા છે. જો, આગામી દિવસોમાં હજુપણ વરસાદ ખેંચાશે તો સ્થિતી વધુ વણસી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે.

ગાંધીનગર જિલ્લામાં પ્રિ-મોનસુન ૩૫  હજાર હેક્ટરથી પણ વધુ પ્રિ-મોનસુન વાવેતર થયુ છે. જ્યારે અત્યાર સુધીમાં ખરિફ પાકનું વાવેતર ૭૪ હજાર હેક્ટર સુધી પહોંચ્યુ છે. જેમાં પ્રિ-મોનસુન કપાસનું વાવેતર જ ૨૪ હજાર હેક્ટર છે. જે વિસ્તારમાં પિયતની સુવિધા છે તેવા વિસ્તારોમાં ખેડૂતોએ ચોમાસા પુર્વે કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યુ છે. એક બે પાણ આપ્યા બાદ સામાન્ય રીતે વરસાદ પડી જતો હોવાના કારણે ખેડૂતોને ખાસ કોઇ ચિંતા રહેતી નહતી. પરંતુ આ વર્ષે સ્થિતી બદલાઇ છે. ખેડૂતોએ ઉભા પાકને બચાવવા માટે અત્યાર સુધી પાણ આપ્યુ. પરંતુ હવે તેઓને પાકમાં પાણ આપવુ આર્થિક રીતે પોષાય તેમઔનથી. બીજીતરફ વરસાદે પણ દગો દીધો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પખવાડિયા પુર્વે જિલ્લામાં વાવણી લાયક વરસાદ થયો હતો. હવે ચોમાસુ જામશે તેના ઉત્સાહમાં ખેડૂતોએ હોંશેહોંશે વાવણીનો પ્રારંભ કરી દીધો હતો. જોકે,વરસાદ ખેંચાતા હવે ખેડૂતોને પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. જોકે, કપાસનો પાક અત્યારે ઢીંચણ સમાન આવી ગયો છે. પાક બચાવવામાં નહી આવે તો અત્યાર સુધીનો ખર્ચો ખેડૂતોને માથે પડે તેવી સ્થિતી છે. જેના કારણે કપાસનું વાવેતર કરનાર ખેડૂતો માટે અત્યાર પ્રથમ  પ્રાથમિકતા પાકને બચાવવાની છે.

પાક બચાવવા માટે પાણ આપવુ જરૂરી છે. આર્થિક રીતે નહી પોષાતુ હોવા છતા ખેડૂતોએ કપાસમાં પાણ આપવાનું શરૂ કર્યુ છે.  બીજીતરફ હજુપણ વરસાદના ક્યાંય એંધાણ દેખાતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here