ગાંધીનગરમાં ૯૩૯ યુવાઓને ૬ કરોડની સહાય અને ચેક વિતરણ

914
gandhi2822018-2.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં પછાત, વંચિત, શોષિત, પીડિત હરેક સમાજ વર્ગોની આર્થિક-સામાજીક ઉન્નતિ માટે સરકારે બજેટમાં ૩૬૪૧ કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરી છે. ‘‘સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના’’ એ આ સરકારની નેમ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે યોજાયેલા સમારોહમાં ૯૩૯ લાભાર્થીઓને ૬ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું. ધર્મ-જાતિ-કોમવાદથી દૂર રહી રાષ્ટ્રવાદ-સમાજ ઉન્નતિના માર્ગે આ લોન-સહાય યુવા વર્ગો માટે નવી દિશા આપનારી બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
હવેનો સમય વિશ્વ સાથે કદમ મિલાવી પ્રગતિ વિકાસની તેજ રફતારનો છે ત્યારે, સમાજના વંચિત વર્ગોની યુવાશકિત પણ તેની સાથે બરોબરી કરી શકે તેવી સક્ષમ બનાવવા સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. 
શિક્ષણ જ વિકાસનો આધાર છે તેથી સૌ સમાજ વર્ગોમાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારે સમરસ છાત્રાલયો, તાલુકે-તાલુકે વિજ્ઞાનપ્રવાહ સહિતની શાળાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ સ્કોલરશીપ અને શિષ્યવૃતિ સહાય આપીને ‘ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ’નો ભાવ સેવ્યો છે. આ સરકાર યુવાશકિતના કૌશલ્ય વિકાસથી-સ્કીલ ડેવલપમેન્ટથી રોજગાર અવસર આપવા પ્રતિબધ્ધ છે. આ સંદર્ભમાં તેમણે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના તહેત રૂ. ૧પ૦૦થી ૩૦૦૦ આપવા હેતુ રૂ. ર૭ર કરોડની ફાળવણીની ભુમિકા આપી હતી. આવા એક લાખ યુવાઓને સહાય અપાશે તેવી નેમ તેમણે દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ નાનાજી દેશમૂખની પૂણ્યતિથીએ યોજાઇ રહેલા આ સહાય વિતરણ કાર્યક્રમને યથોચિત ગણાવતાં ઉમેર્યુ કે, નાનાજીનો ગ્રામોત્થાન-સ્વાવલંબનનો ભાવ આ સહાય વિતરણમાં અભિપ્રેત છે. લોન-સહાયમાં પારદર્શીતા રાખી છે. દરેક લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં સીધા જ નાણાં જમા થાય છે અને ભ્રષ્ટાચારમુકત વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. 
મંત્રી ઇશ્વરભાઇ પરમારે ગુજરાતમાં વંચિત વર્ગોના વિકાસ માટે રાજ્ય કેન્દ્ર સરકારના શ્રેણીબધ્ધ પગલાંઓની છણાવટ કરી હતી. વાસણભાઇ આહિરે પછાત વર્ગોના કલ્યાણ માટે સરકારની સંવેદનશીલતાનો પ્રતિઘોષ પ્રાસંગીક સંબોધનમાં વ્યકત કર્યો હતો. 

Previous articleલોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા મુખ્યમંત્રીનું સમર્થન
Next articleરાજુલાનાં ધાતરવાડી ૧ ડેમનું ભોયરૂ સત્વરે રીપેર કરવા માંગ