રાજુલાનાં ધાતરવાડી ૧ ડેમનું ભોયરૂ સત્વરે રીપેર કરવા માંગ

1499
guj2822018-1.jpg

રાજુલાના ધાતરવાડી-૧ ડેમની ‘પાળ’માં મોટા ભોયરા છતે પાણીએ પાણીએ વગર તરસતા લોકો ઉપરાત આ ભોયરા પડવાથી ચોમાસાના પાણીનો ભરવાથી ડેમ તુટુ તુટુ અને સીંચાઈ અધિકારીઓને કોઈ પેટનું પાણી હલતુ નથી રાજુલાના ધાતરવાડી ડેમ૧માં સીચાઈ વિભાગના પાપે ડેમની પાળી તોડી પાણી બહાર નીકળે છે. છતા જાડી ડામડી વાળા સીંચાઈ અધિકારીઓને પેટનું પાણી પણ હલતુ નથી શુ તેને ડેમ તુટી જાય અને વડ ભચાદર ઉચૈયા, ધારાના નેસ ગામના ગામ ડેમ તુટવાથી તણાય જાય પછી કાર્યવાહી કરવાની હશે ગઈ સાલ પણ રજુઆત કરેલ આ વખતે ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા ઉપ સરપંચ દીલુભાઈ ધાખડા, ભચાદર સરપંચ તખુભાઈ ધાખડા ‘વડ’સરપંચ અજયભાઈ ખુમાણ ધારાના નેસ સરપંચ મહેશભાઈ ધાખડા તથા ચારેય ગામના આગેવાનો દ્વારા આજે સીંચાઈ વિભાગને રજુાત કરી કે ગઈ સાલ રજુઆતના પગલે તમોએ આજ પઢી ગયેલ ભોયરામાં કાચી માટી નાખીને લોકોને મુર્ખ બનાવ્યા પણ તમે ભોયરૂ છેક તળીયેથી પાકુ બાંધકામ નહી કરો તો ચોક્કસ લાખો લોકો પાયમાલ થઈ જશે તે ચોક્કસ છે અને વેલાસર ચોમાસા પહેલા કામ નહી શરૂ થાય તો તેમને બાનુ મળી જશે કે ચોમાસુ આવી ગયુ હવે આવેલ વર્ષે થાય આવુ તો સીચાઈ વિભાગ ત્રણ ત્રણ વરસથી કહેતા આવે છે અને ભોયરૂ મોટુ મોટુ થતુ જાય છે જે દિવસઆઠમાં કાર્યવાહી નહી થાય તો રોડ ચક્કાજામ થશે. તેવી ચિમકી આપવામાં આવી હતી.

Previous articleગાંધીનગરમાં ૯૩૯ યુવાઓને ૬ કરોડની સહાય અને ચેક વિતરણ
Next articleજાફરાબાદના ટીંબી ગામે એક કરોડ ચાર લાખનો રોડ મંજુર