કોંગ્રેસર્ OBC મતો માટે જાતિવાદનું ઝેર ફેલાવે છે : મોદી

754
guj30112017-10.jpg

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ ગુજરાતની એકદિવસીય મુલાકાતે છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી,પ્રાચી,પાલિતાણામાં માં વિશાળ જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે પીએમ એ ઇન્દિરા ગાંધીથી લઇને કોંગ્રેસના કુશાસન, રાહુલ ગાંધી, જીએસટી અને નર્મદા મામલે અનેક ટિપ્પણી કરી હતી.
મોરબીમાં જનસભાની શરૂઆત કરવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા લોકોને ફરિયાદ કરી. તેમણે કહ્યું કે તમે ખોટું ના લગાડો તો એક ફરિયાદ કરું! તેમણે કહ્યું કે જ્યારે મને મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનાવાની જાહેરાત કરી હતી અને ત્યારે જ્યારે હું મોરબી આવ્યો હતો ત્યારે કેમ આટલી ઓછી સંખ્યામાં મોરબી વાસીઓ આવ્યા હતા અને આજે કેમ આટલી વિશાળ સંખ્યામાં અહીં આવ્યા છો. આમ કહીને તેમણે એ વાતનો રદિયો આપ્યો કે મોદીની સભામાં લોકોની ઓછી ભીડ આવે છે.
મચ્છુ ડેમની હોનારતને યાદ કરતા તેમણે કહ્યું કે મચ્છુ ડેમની હોનારત થઇ ત્યારે હું કેરળમાં હતો અને હોનારતના બીજા દિવસે જ મોરબી પહોંચીને મેં મરેલા પશુઓ, કાદવ ઉઠાવાના કામમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ સાથે જોડાઇ ગયો હતો. સાથે જ આ પ્રસંગે તેમણે ચિત્રલેખાના એક ફોટોને યાદ કરી ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતા. અને તે અહીં મોં પર રૂમાલ દબાવીને આવ્યા હતા અને અમે અહીં લોકોની સેવા કરતા હતી તેમ કહી મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કુદરતી હોનારત વખતે કોંગ્રેસ ખાલી ફોટો પડાવા જ આવે છે. સાથે જ તેમણે કહ્યું કે મચ્છુ ડેમની હોનારત અમે મોરબીને ઊભું કરવામાં કોઇ પાછીપાની નથી કરી. બીજા રાજ્યોને જોઇ લો જ્યાં હોનારત થઇ હોય ત્યાં ૧૦ વર્ષ પછી પણ જે તે શહેર ઠીકથી ઊભું નથી થતું. અને મચ્છુ હોનારત પછી મોરબી ઊભું કરવામાં ભાજપને સફળતા મળી છે.તેમણે કહ્યું કે કોંગ્રેસનું વિકાસનું મોડેલ હેન્ડપંપ છે અને ભાજપના વિકાસનું મોડેલ છે ઘરે ઘરે પાણીના નળ, આજ છે. 

Previous article૨૨ વર્ષના શાસનમાં મોદીએ પ્રજાના બદલે ઉદ્યોગપતિના હિતમાં કામ કર્યુ : રાહુલ ગાંધી
Next articleજીલ્લા કલેકટર સાથે ચુંટણી નિરિક્ષકો ની બેઠક યોજાઈ