ભારતનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારકામાં બનશ

990
guj392017-6.jpg

ગુજરાત રાજયના  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેઇનિંગ સેન્ટર બનાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તેમ જ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જમીનનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. લગભગ પચાસ હેકટરની વિશાળ જમીનમાં ક્રમશઃ આશરે પાંચ હજાર જેટલા જવાનની ભરતી કરી આવનાર સમયમાં દરિયાઇ સુરક્ષાનું હેડ કવાર્ટર આગામી સમયમાં બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અગાઉ પણ પોસીત્રા તથા કલ્યાણપુરના પીંડારા ગામની જમીનનું નિરીક્ષણ કરવામાં આવેલ, પરંતુ દ્વારકા તાલુકાના મકનપુર ગામ આસપાસની જમીન ટેક્નિકલ રીતે વધુ વ્યૂહાત્મક તેમ જ સરળ હોય અહીં આ ટ્રેઇનિંગ સેન્ટર સ્થપાય તેવી શકયતાઓ ઉજળી જણાઇ રહી છે.ે
 

Previous articleભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૧૦ સપ્ટેમ્બરે ૧૦૦ સ્થળે યુવાનો સાથે સંવાદ કરશે
Next articleનર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું છે : ભાજપ