ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૧૦ સપ્ટેમ્બરે ૧૦૦ સ્થળે યુવાનો સાથે સંવાદ કરશે

820
guj392017-7.jpg

આગામી ૧૦ સપ્ટેમ્બરે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના યુવાનો સાથે સંવાદના “અડીખમ ગુજરાત – અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ અભિયાન” અંતર્ગત “યુવા ટાઉનહોલ” કાર્યક્રમને જીતુભાઈ વાઘાણી,પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ,  પ્રવક્તા ભરતભાઈ પંડ્‌યા અને યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલ દ્વારા કમલમ ખાતે પત્રકારો ને વિગતો આપી જાહેર કર્યો હતો. 
 ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા આયોજીત યુવા ટાઉનહોલ કાર્યક્રમ ૧૦ સપ્ટેમ્બરે અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, બોડકદેવ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અમદાવાદ ખાતેથી રાજયના ૧૦૦ સ્થાનો પર ઉપસ્થિત ૧ લાખથી વધુ યુવાનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ સાથે યુવાનોને ગુજરાત અને દેશની પ્રગતિ અંગે વાત કરશે. છેલ્લા ૨૦ વર્ષથી રાજયના વિકાસ સાથે જાડાયેલી રાજયની સાડા છ કરોડની જનતાનો વિશ્વાસ ભાજપા સાથે છે.વિકાસની હરણફાળમાં રાજયના યુવાનોનું યોગદાન હંમેશા રહેલું છે. આ યુવાનો આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી કમ્યુનિકેશનના વિવિધ માધ્યમોથી  અમિતભાઈ શાહ સાથે જાડાશે. યુવાનો દ્વારા કરાયેલ સૂચનો, અભિપ્રાયો, પ્રશ્નો બાબતે દરરોજ  અમિતભાઈ શાહ વિવિધ માધ્યમોથી જવાબ આપશે.