ધંધુકા- ધોલેરાના આરોગ્ય કર્મીઓ દ્વારા કામ મુજબ વેતનની માંગ સાથે આવેદન અપાયુ

0
594

ધંધુકા  અને ધોલેરા તાલુકાના નેશનલ હેલ્થ મીશન અંતર્ગત ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને તેમના કામ મુજબનો પગાર ચુકવવામાં આવતો નથી. છેલ્લા ૧૦ વર્ષથી સતત કામ કરતા કર્મચારીઓને દર વર્ષે કરાર આધારીત પગારની ચુકવણી કરી કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોય આખરે તેમની લાગણી અને માંગણીના આવેદન પત્ર તાલુકા હેલ્થ ઓફીસર મારફતેઅ મદાવાદ જિલ્લાના ટી.ડી.ઓ. અને સી.ડી.એચ.ઓને ભલામણ સહ આવેદન પત્ર આપવામાં આવેલ. નેશનલ હેલ્થ મીશનમાં છેલ્લા ઘણા સમયથી નિષ્ઠાપુર્વક ફરજ બજાવતા આયુષ એમ.ઓ., આર.બી.એસ.કે. એમ.ઓ., પ્રા.આ.કે. અને તાલુકા ફાયનાન્સ આસીસ્ટન્ટ, તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ, ફાર્માશીષ્ટ, ફિ.હે.વે. લેબોરેટરી ટેનીશલીયન જેવા વગેરે તાલુકાના ૩પથી પણ વધારે કર્મચારીઓ દ્વારા તેમનો મંજુર થયેલ પગાર વધારો અટકાવી રાખેલ છે જે અંગે આજદિન સુધી કોઈ નિર્ણય ન લેવાતા નવા વધારા સાથેના રીવાઈઝ પગાર સત્વરે મંજુર કરવાની માંગણી સાથે આ આવેદન પત્ર આપવામાં આવેલ, અને નજીકના ભવિષ્યમાં આ અંગે કોઈ નિર્ણય ન લેવામાં આવે તો ના છુટકે ગાંધી ચીંધ્યા માર્ગે આગળની લડત ચાલુ રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here