વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ-મેચમાં બૉર્ડ પ્રમુખનો કેપ્ટન કરુણ નાયર

0
572

બેટ્‌સમેન કરુણ નાયર પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૯મી સપ્ટેમ્બરથી રમાનાર પ્રેક્ટિસ મેચમાં બૉર્ડ પ્રમુખની ટીમનું સુકાન કરશે. બે દિવસીય આ મેચનું વડોદરામાં આયોજન થનાર છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત ખાતે ૨૬મી સપ્ટેમ્બરથી પ્રારંભાતા લગભગ સાત અઠવાડિયાના પ્રવાસમાં બે ટેસ્ટ, પાંચ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમનાર છે. પહેલી મેચ ૪થી ઑક્ટોબરથી રાજકોટમાં રમાશે અને બીજી ટેસ્ટનું ૧૨મી ઑક્ટોબરથી હૈદરાબાદમાં આયોજન કરાનાર છે. પાંચ વન-ડે ઈન્ટરનેશનલ ગુવાહાટી (૨૧મી ઑક્ટોબર), ઈન્દોર (૨૪મી ઑક્ટોબર), પુણે (૨૭મી ઑક્ટોબર), મુંબઈ (૨૯મી ઑક્ટોબર) અને થિરુવનંથપુરમ (૧લી નવેમ્બર) ખાતે રમાશે.

ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કોલકતા (૪થી નવેમ્બર), લખનઊ (૬ઠ્ઠી નવેમ્બર) અને ચેન્નઈ (૧૧મી નવેમ્બર)ને સોંપવામાં આવ્યું છે. બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ની સિનિયર પસંદગી સમિતિએ પ્રેક્ટિસ મેચ માટે બૉર્ડ પ્રમુખ ઈલેવનની જાહેર કરેલ ૧૩-સભ્યની ટીમ નીચે મુજબ છેઃ કરુણ નાયર (કેપ્ટન), મયંક અગરવાલ, પૃથ્વી શૉ, હનુમા વિહારી, શ્રેયસ ઐયર, અંકિત બાવણે, ઈશાન કિશન (વિકેટકીપર), જલજ સક્સેના, સૌરભ કુમાર, બેસિલ થમ્પી, અવેશ ખાન, કે. વિજ્ઞેશ, ઈશાન પોરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here