ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

86

સિડની,તા.૫
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લેંગરે તાત્કાલિક અસરથી પદ છોડ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પાંચ ટેસ્ટની એશિઝ સીરીઝમાં ઈંગ્લેન્ડને ૪-૦થી હરાવ્યું હતું. આ સિવાય ગયા વર્ષે જ્યારે લેંગર કોચ હતા ત્યારે ઓસ્ટ્રેલિયાએ ટી ૨૦ વર્લ્‌ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેઓ ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ હતા. લેંગરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. મેલબોર્નમાં એક દિવસની મીટિંગ પછી, સીઈઓ નિક હોકલીએ કહ્યું કે કોચ સાથે “ગુપ્ત ચર્ચાઓ” ચાલુ રાખવા સિવાય કોઈ ઉકેલ નથી. જો કે, માત્ર ૧૮ કલાક પછી, લેંગરનાં રાજીનામાની પુષ્ટિ કરી દેવામાં આવી. ૫૧ વર્ષીય લેંગરની મેનેજમેન્ટ કંપની ડીએસઇજીએ શનિવારે સવારે રાજીનામાની પુષ્ટિ કરી હતી.કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ડીએસઇજી પુષ્ટિ કરે છે કે અમારા ક્લાયન્ટ જસ્ટિન લેંગરે આજે સવારે ઓસ્ટ્રેલિયન પુરુષ ક્રિકેટ ટીમનાં કોચ પદેથી રાજીનામું આપ્યું છે. ગઈકાલે સાંજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેની બેઠક બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. કોચે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ અઠવાડિયા પછી પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સહાયક કોચ એન્ડ્રૂ મેકડોનાલ્ડ લેંગરની ગેરહાજરીમાં કોચિંગની જવાબદારી સંભાળી શકે છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાથી જ શ્રીલંકા સામેની આગામી પાંચ મેચની ટી ૨૦ૈં શ્રેણીમાં મેકડોનાલ્ડને જવાબદારી સોંપવાની યોજના બનાવી લીધી છે.

Previous articleનોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ડિલીટ
Next articleઅધ્યાત્મ અને શિક્ષણ