વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ

1099

ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ હતુ. વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમિટનો સીએમ વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો.જેના અનુસંધાને આગામી ઓકટોબર મહિનામાં તા.11 થી 13 દરમિયાન ત્રિદિવસીય વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ યોજાશે.

આ સમિટનું આયોજન સરકારના વિવિધ વિભાગો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનની મદદી કરવામાં આવ્યું છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડિસ્ટ્રીઝ (એફઆઈસીસીઆઈ), ગુજરાત ઈલેકટ્રોનીકસ એન્ડ સોફટવેર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન સહિતની ઔદ્યોગીક સંસ્થાઓના સહકારી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટનું આયોજન થશે.

આ વાયબ્રન્ટ આ સમિટનું ઉદ્ઘાટન કરાવતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ કે આજનો યુવા ગુજરાતની વાયબ્રન્ટ ઈકોનોમીમાં ભાગ લેવા માટે સજ્જ છે. આપણાં યુવાનો ઈનોવેશનના માધ્યમથી ઈકોનોમીને મજબૂત કરવાનું કામ કરી રહ્યુ છે. સ્ટાર્ટ અપ અને ટેક્નોલોજી સમિટના માધ્યમથી યુવાઓને એક નવી તક મળશે અને યુવાનો જોબ ગિવર બને તે માટે સરકાર કાર્ય કરી રહી છે.

Previous articleસેન્સેક્સ 900 પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યો
Next articleઈમરાન આતંકીઓનો આકા : આતંકી સંગઠન લશ્કરે બેનામી સંપત્તિ ખરીદી