રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિમગ દ્વારા ઈડીઓઈ ભાટ ખાતે ઔદ્યોગિક રોજગાર સર્જન કાર્યશાળા યોજાઈ

1062

રાષ્ટ્રીય  લઘુ .દ્યોગ નિગમ દ્વારા દેશમાં પ્રથમ વખત બિહાર રાજયની બહાર ગુજરચાતમાં બિહારના યુવાનોને ઉદ્યમી તેમજ સાહસિક બનાવવા માટેના એક કાર્યક્રમ ગાંધીનગરના ભાટ ગામે ઈડીઆઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું બિહાર સરકારના યોજના આયોગના અધ્યક્ષ સંજયકુમાર ઝાએ મુખ્ય અતિથિપદેથી ઉપસ્થિત રહી દિપપ્રાગટય કરી ઉદ્દઘાટન કર્યુ હતું. અને જણાવ્યું હતું કે, બિહારના યુવાનોમાં સાહસિકતા અને હુન્તનર બન્ને છે, તેનો ઉપયોગ દેશ, રાજય અને સમાજના વિકાસમાં  થવો જોઈએ.

આ પ્રસંગે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમના ગુજરાતના મુખ્ય ઝોનલ અધિકારી પી.કે.ઝાએ નિગમની કામગીરી વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિના વિકાસમાં બિહારના વધુને વધુ યુવાનો અને લોકો જોડાઈ પોતાની સાહસિકતા દાખવે અને ભારત સરકાર અને ગુજરાત રાજયની ઔદ્યોગિક યોજનાઓનો પુરેપુરો લાભ ઉઠાવે. આ પ્રસંગેે બિહારના પ્રિન્સિપાલ સેક્રેટરી એમ.કે.દાસ, ગુજરાતના ગૃહ સચિવ બ્રિજેશ ઝા, મોહન ઝાએ પોતાના સંબોધનમાં બિહારના યુવાનોને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતમાં વધુને વધુ રોજગાર મળેત ેવો સુનિયોજીત આયોજન ઘડવા પર ભાર મુકયો હતો.

Previous articleભારતે હોકીમાં પાકિસ્તાનને ૩-૧થી આપી કારમી હાર
Next articleશહેરમાં છ માસ પહેલાં જ બનાવેલા સેકટરોનાં  આંતરિક માર્ગો પર ગાબડાં