ભારતે હોકીમાં પાકિસ્તાનને ૩-૧થી આપી કારમી હાર

942

ભારતના મસ્કટમાં એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં શનિવારે પાકિસ્તાને ૩-૧થી હાર આપી છે.

ભારતના મસ્કટમાં એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં શનિવારે પાકિસ્તાને ૩-૧થી હાર આપી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની સતત બીજી જીત છે. ભારતે આ વર્ષે શરૂમાં ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનમાં ૪-૦થી હરાવ્યું હતું.

ભારતે જકાર્તામાં એશિયાઇ રમતોમાં પમ પાકિસ્તાનને ૨-૧થી પરાજીત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના મોહમ્મદ જૂનિયરના ગોલની મદદથી ભારત ઉપર શરૂઆતમાં દબાણ ઊંભુ કર્યું હતું.

પરંતુ ભારતે બીજા ક્વાર્ટરમાં મેચમાં વાપસી કરી હતી. અને ૨૪મી મિનિટમાં બરોબરી કરી હતી. ૩૩મી મિનિટમાં બીજો ગોલ કરતા ભારત પાકિસ્તાનનથી આગળ વધી ગયું હતું. ૪૨મી મિનિટમાં દિલપ્રીત સિંહે મેદાની ગોલ બનાવીને ભારત ને વધુ એક ગોલ અપાવ્યો હતો. આમ પાકિસ્તાન ઉપર ભારતે ૩-૧થી શાનદાર જીત મેળવી હતી. ભારતનો આગામી મુકાબલો જાપાન સાથે થશે.

 

Previous articleવર્લ્ડકપ-૨૦૨૩નું જાહેર કર્યું ફોર્મેટ, ક્વોલિફાઇ માટે ૩૨ ટીમો કરશે સંઘર્ષ
Next articleરાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિમગ દ્વારા ઈડીઓઈ ભાટ ખાતે ઔદ્યોગિક રોજગાર સર્જન કાર્યશાળા યોજાઈ