ગુસ્તાખી માફ

995

ચૂંટણીઓ આવે કે પાછળ પાછળ રામમંદિર, ત્રિપલ તલાકની જેમ રામ મંદિર કેમ નહીં !!

આચુંટણીઓ પણ આશ્ચર્યકારક છે. એવામાંભલા મોહન ભાગવત કેમ રહી જાય ? વિજયા દશમીનાં દિવસે રામ મંદિર બનાવો, કાયદો બનાવવો પડે તો તે બનાવીને કોઈપણ કિંમતે મંદિર બનાવો લોકોએ સાંભળીને  આજુ બાજુ જોયું એકબીજાનેપૂછ્યું મોહનજી કોને કહી રહ્યા છે..?? આપણને કે સીધેસીધું મોઢા પર બોલવાની હિંમત નથી તેમને સંભળાવવા માટે લોકોને કહી રહ્યા છે કે શું..?? લોકો હેરાન-પરેશાન છે. ચુંટણીઓ આવતા જ રામની યાદ આવી..?? પોતાની જ સરકારને ફરિયાદ..?? ભલા પોતાનાને પણ કહેવું પડે છે કે શું..?? પરંતુ લાગે છે કે સરસંઘચાલક પણ રાજકારણનાં રંગમાં રંગાઈ રહ્યા છે અને પાંચ રાજ્યોમાં ચુંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયું છે. સામાન્યચુંટણીકેરીની જેમ પાકવા માટે તૈયાર છે ત્યારે મોહન ભાગવતે મંદિરનો શંખ ફુંકયો છે પરંતુ તેમને આ સમયમાં જ કહેવાની શું જરૂરત આવી ગઈ..?? કોઈ સમયે સંઘે ઠરાવ પસાર કર્યો હતો કે કેન્દ્રમાં ભાજપાની બહુમતીવાળી સરકાર બનશે ત્યારે ભવ્ય રામમંદિર બનશે. ૨૦૧૪માં સંઘનાં પ્રચારક મોદીનાંનેતૃત્વમાં એવી સરકાર આવી જેને કોઈનાં સમર્થનની જરૂર ન હતી. રામભક્તોને લાગ્યું કે હવે તો રામમંદિર બનીને જ રહેશે..!! પરંતુ એવું ન થયું. સમય વિતવા લાગ્યો ત્યારે આખરે પ્રવીણ તોગડિયાએ મંદિર નિર્માણ માટે અવાજ ઉઠાવ્યો તો તેમને સંઘમાંથી જ હાકી કઢાયા. એ જ વાત, એ જ માંગણીની બંસરી ભાગવતે વગાડી તો તેમને કોઈએ કહ્યું નહિ કે પ્રવીણ તોગડિયાએ આખરે શું ખોટી માંગ કરી હતી. એ જ માંગણી નાગપુરથી ઉઠી છે હવે સિંહને કોણ કહે કે ભાઈ, બાકી બધું તો સારું છે. બસ આ લ્યો દેશીદાતણઅને કરી લ્યો બ્રશ..!!

ભાગવતજી, લોકો એ કહેવાઈચ્છી રહ્યા છે કે દેશનાં વડાપ્રધાન સંઘનાં પ્રચારક છે. ભારે બહુમતી છે. સરકાર તમારા ઇશારે ચાલે છે. ત્રિપલ તલાક માટે તત્કાલ ચોંટી જઈને કાયદો બનાવ્યો તો ૨૦૧૪માં મંદિર માટે કાયદો બનાવ્યો હોત તો કોણ રોકી રહ્યું હતું તમને..?? ૪ વર્ષમાંમંદિર તો બની જ ગયું હોત. શું આ વાત લોકોની આંખમાં ધૂળ નાંખવા જેવી નથી..?? તમારે લોકો વચ્ચે જઈને પોતાની જ સરકારને કહેવું પડે છે કે મંદિર માટે સરકાર કાયદો બનાવે..!! લાગે છે કે ચાર વર્ષ સુધી આ બાબતમાં આ મુદ્દે ‘મૌની બાબા’ બનીરહેવાની કોઈ સલાહ આપને આપવામાં આવી હશે અને જ્યારે સરકાર ચારે તરફથી- દરેક ક્ષેત્રે નિષ્ફળ ગઈ હોવાનું નજરમાં આવ્યું હશે ત્યારે નારો ગુંજ્યો મંદિર વહી બનાયેંગે… પરંતુ તારીખ કોણ બતાવશે..?? સામાન્ય લોકો તો બિચારા નજીકનાં મંદિર-મસ્જીદમાં જઈને વધતી મોંઘવારીના મારથી બચવા બે વખત ખાવા મળે તે માટે પ્રયત્ન કરતા રહે છે. તેઓનેરોટલીમાં રામ અને અલ્લાહ દેખાય છે. તેમને પેટ ભરીને ખાવાનું મળે એવો કોઈ કાયદો બનાવવાની માંગ પણ હોવી જોઈએ. શું લોકોને માટે ‘રાઈટ ટુ લીવ’ એટલે કે જીવવાનાં અધિકારનો કાયદો બનાવીને સામાન્ય લોકો માટે બે વખત ખાવાનું મળી રહે તેવી વ્યવસ્થા સરકારે ના કરવી જોઈએ..?? સત્તાનાં ખેલમાં હવે રામમંદિરનો મુદ્દો ફુટબોલનાં દડાની જેમ ઉછાળવામાં આવશે. પણ‘ગોલ’ થશે..??કૃપા કરો તમે લાઈનમાં છો, રાહ જુઓ… કૃપયા આપ લાઈનમેં હૈ, પ્રતીક્ષા કરે… યુ આર ઇન ક્યુ, પ્લીઝ વેઇટ..

રાફેલ બહુ ગાજ્યું પરંતું એક વાત નથી સમજાતી કે તેનું અમદાવાદ સાથે કનેક્શન શું ?

રાફેલ સોદા બાદ ઘણી બધી વાતો અને ઉથલ પાથલ થઇ પરંતું એક વાત નથી સમજાતી કે તેનું અમદાવાદ સાથે કનેક્શન શું ?જાણકારો નોંધે છે કે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ  રાફેલ વિમાન બનાવવાનું એકમ નાગપુરમાં નાખ્યું છે. તેઓ રહે છે મુંબઇમાં. તેમની રિલાયન્સ ડિફેન્સ નામની કંપની સંભવતઃ મુંબઇમાં જ નોંધાયેલી હશે. એનડીટીવી ટીવી ચેનલનું મુખ્ય મથક મુંબઇ કે દિલ્હી છે. આપ પાર્ટીના સાંસદ સંજયસિંહ દિલ્હીમાં રહે છે. તેમણે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને અંબાણી અને રાફેલ સોદા અંગેની કોઇ માહિતી આપી નથી. તેમ છતાં અંબાણીની કંપનીએ અમદાવાદની સીટી સિવિલ કોર્ટમાં ૧૫ હજાર કરોડના માનહાનિના બે અલગ અલગ દિવાની દાવા કેમ કર્યા તે ચર્ચા હવે ધીમે ધીમે સપાટી પર આવે તો નવાઇ નહીં. ૧૫ હજાર કરોડમાંથી ૧૦ હજાર કરોડનો માનહાનિનો દાવો એનડીટીવી સામે અને ૫ હજાર કરોડનો દાવો આપ પાર્ટીના સાંસદની સામે અમદાવાદમાં જ કેમ નોંધાવ્યો તેની પાછળના કારણો અને તારણો ચર્ચાનો વિષય બને તો નવાઇ નહીં. સૂત્રોએ કહ્યું કે આવા કેસમાં જેટલી રકમનો દાવો હોય તેના અમુક ટકા અરજદારે કોર્ટમાં જમા કરાવવાની જોગવાઇને જોતાં ૧૫ હજાર કરોડના દાવા પેટે કોર્ટમાં કેટલી રકમ જમા કરવામાં આવી કે પછી કેસ જીતે ત્યારે કોર્ટને આપવાની એવી કોઇ જોગવાઇ છે કે કેમ. પૂર્વ વિદેશ મંત્રી એમ.જે. અકબરે માનહાનિનો કેસ દિલ્હીમાં નોંધાવ્યો છે. તો અનિલ અંબાણીએ મુંબઇની કોર્ટમાં આ દાવા કરવાને બદલે અમદાવાદની કોર્ટમાં કર્યા તેની પાછળ કોઇ ચોક્કસ ગણતરી હશે. પરંતુ તે શું છે તે હજુ બહાર આવ્યું નથી. ઉપરાંત ૧૫ હજાર કરોડના દાવા સાથે અમદાવાદ અને કદાજ ગુજરાતે આટલી મોટી રકમના દાવાને લઇને મોખરાનું સ્થાન મેળવ્યું એમ પણ કહી શકાય. એક કેસની મુદત ૨૦ ઓક્ટોબર અને બીજા કેસની મુદત ૨૬ ઓક્ટોબર છે ત્યારે તેની સુનાવણી વખતે અમદાવાદ મિડિયામાં હોટ અને ટોપ પર રહે તો પણ નવાઇ નહીં.

રાજકારણીઓ પ્રજાને આખરે સમજે છે શું મુર્ખ, જેમાં જેટલી પણ જોડાયા

એવું તો કદાચ યુપીએની સરકારમાં નહિ બન્યું હોય, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી જ્યારે સમગ્ર દેશમાં એક સાથે એક સૂરમાં વિરોધ થયો ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ કે જે સુપ્રીમ કોર્ટનાં વકીલ પણ છે તેમણે પત્રકાર પરિષદ બોલાવી કાચા તેલનો ખેલ સમજાવ્યો. અહીં-તહીંની વાતો કરી અને માનો કે દાન કે ઉપહાર કરી રહ્યા હોય એવા અંદાજમાં પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં સરકાર તરફથી દોઢ રૂપિયો અને તેલ કંપનીઓનો એક રૂપિયો મળીને અઢી રૂપિયા ઓછા કર્યા. રાજ્યોને અપીલ કરી તો ભાજપા શાસિત રાજ્યોએ જાણે પહેલાથી જ નક્કી કર્યું હોય એવી રીતે જેટલીની અપીલ સર-આંખો પર ચડાવીને પોતાના તરફથી અઢી રૂપિયા ઉમેરીને પાંચ રૂપિયા ઓછા કર્યા ત્યારે મોંઘવારીમાં પીસાતી પ્રજાને લાગ્યું કે થોડી રાહત મળી પણ તેના પછી કિંમતોમાં ફરી એકવાર વધારો શરુ થઇ ગયો અને હવે પ્રજાના હાલ એવા છે કે જેટલીએ જે મોટા અંદાજમાં રાહત આપી હતી એ પૂર્ણ થઇ ગઈ. કિંમત વધતા વધતા અઢી રૂપિયા સુધી પહોંચી ગઈ માત્ર દસ દિવસમાં. એટલે કે ઘાંચીની ઘાણીનો બળદ ફરીને ત્યાંજ આવી ગયો. જે રાહત આપી હતી તે પુરી થઇ ગઈ દેશની પ્રજા હેરાન છે કે નાણામંત્રી આખરે દેશની પ્રજાને શું સમજે છે..?? શું તેઓ એવું માને છે કે પ્રજા મુર્ખ છે..?? બેવકૂફ છે કે શું..?? લોકોને લાગી રહ્યું છે કે આ શું થઇ રહ્યું છે યાર..?? એક તરફ અઢી રૂપિયા ઓછા અને બીજી તરફ તેલ કંપનીઓ કિંમત વધારી રહી છે. એ તો એવી વાત થઇ કે ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે જાગતો રહે. મારા ભરોષે-વિશ્વાસે ના રહો..!! આવો હલકો(નીચતા ભર્યો) ખેલ પ્રજાની સાથે મજાક નથી કે કિંમતો ઘટાડવાની જાહેરાત પછી કિંમતો વધારતા રહેવી..?? સરકાર ભોળા ભાવથી કહેશે કે તેલ કંપનીઓ પર સરકારનો કોઈ કાબુ કે નિયંત્રણ નથી..!! નાણામંત્રી સાહેબ, આ તેલ કંપનીઓ તેલ કંપનીઓના અધિકારીઓનાં નાણાથી બની છે કે શું..?? આમાં દેશની પ્રજાનાં પૈસા લાગ્યા છે. તેલ કંપનીઓ લોકો માટે છે યા પ્રજા તેલ કંપનીઓ માટે..?!! તેલ કંપનીઓ લોકો માટે છે યા પ્રજા તેલ કંપનીઓ માટે..?? તેલ કંપનીઓએ જે દોઢ રૂપિયા ઓછા કર્યા તે એક જ અઠવાડીયામાં વસુલ કરી લીધા. તો પછી જનતાને મળ્યું શું..?? ઠેંગો..??જેટલીએ કેટલા ભોફ્રપણથી કહ્યું હતું કેજે કિંમતો ઘટાડવામાં આવી તેનાંથી સરકાર અને તેલ કંપનીઓને ૩૦ હજાર કરોડનું નુકશાન એક વર્ષમાં થશે. લોકો ખુશ હતા કે ચાલો વર્ષ દરમ્યાન કિંમતો નહિ વધે. પણ લોકોને સરકાર અને સરકારને કમાઈ આપતી પ્રિય તેલ કંપનીઓએ જાહેરમાં-ખુલ્લામાં પંપની નોઝલ બતાવીને લુંટી લીધા. સરકારના મનમાં અને ખાસ કરીને નાણામંત્રીનાં મનમાં કદાચ એવું હશે કે પ્રજાની સમજમાં કાંઈ આવતું તો નથી જ  જે અમે કહીશું તે માની લેશે.

Previous articleરાકેશ અસ્થાના સામે આખરે એફઆઇઆર દાખલ કરાઈ
Next articleપાટીદાર શહીદોના પરિજનોને હજુય નોકરી મળી નથી : રેશ્મા