દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નથી : શિલા

638

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે એવા અહેવાલોને રદિયે આપ્યો છે કે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા માટે ઇચ્છુક છે. દિલ્હી કોંગ્રેસ વડા શીલા દીક્ષિતે આ અંગે મોટુ નિવેદન કરીને તમામને ચોંકાવી દીધા છે. શીલાએ ઇન્કાર કર્યો હોવા છતાં કોંગ્રેસ પાર્ટીના કેટલાક લોકો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવે તેવી ઇચ્છા રાખે છે. શીલાના નિવેદનથી ભાજપને ચોક્કસપણે મોટી રાહત થઇ ગઇ છે. એક અંગ્રણી અગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં શીલા દીક્ષિતે કહ્યુ છે કે અમે આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા માટે કોઇ કિંમતે તૈયાર નથી. શીલા દીક્ષિતે કહ્યુ હતુ કે જો તેમના તરફથી કોઇ હેવાલને ખોટી રીતે રજૂ  કરવામાં આવ્યા છે તો તેઓ એમ સ્પષ્ટ પણે કહેશે કે અમારી પાર્ટી આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરનાર નથી. શીલાએ કહ્યુ હતુ કે આપની સાથે કોઇ વિકલ્પ પર અમે વિચારણા કરી રહ્યા નથી.

વિજય ગોયલે શીલાએ હોદ્દા સંભાળી લીધા બાદ કહ્યુ હતુ કે શીલા દીક્ષિતને તેમના તરફથી અભિનંદન છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે જ્યારે શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિન્દ કેજરીવાલે તેમની સામે ગંભીર પ્રકારના આરોપો કર્યા હતા. પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહ પણ કેજરીવાલની પાર્ટી સાથે કોઇ પણ પ્રકારની સમજુતી કરવાનો ઇન્કાર કર્યો છે. દિલ્હીમાં ગઠબંધનની કોઈપણ પ્રકારની સંભાવના દેખાઈ રહી નથી. સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનના મુદ્દા પર હાઈકમાન્ડ સ્તરે વાતચીત થઈ શકે છે પરંતુ પાર્ટીની અંદર ગઠબંધનને લઈને કોઈપણ પ્રકારની ઈચ્છાશક્તિ નથી. કોંગ્રેસના કેટલાક લોકો ચોક્કસપણે ગઠબંધન કરીને લોકસભા ચુંટણી લડવા માટે ઈચ્છુક છે પરંતુ આને લઈને વરિષ્ઠ નેતાઓ તૈયાર થશે નહીં. આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસને બેથી વધારે સીટો આપવા માટે તૈયાર નથી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી ચાર સીટોની માંગ કરી રહી છે.

Previous articleકેન્દ્રિય મંત્રી અનુપ્રિયા સામે કેસને પરત લેવા માટે તૈયારી
Next articleપેરિસમાં બેકરીમાં પ્રચંડ વિસ્ફોટ ૪ના મોત : ૪૭ લોકો ઘાયલ