સાળંગપુર કષ્ટભંજનદેવને ૧૫૦૦ કિલો દાડમનો દિવ્ય શણગાર કરાયો

136

દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી
બોટાદના સાળંગપુર ખાતે હનુમાનજીને ૧૫૦૦ કિલો દાડમ દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને કારતક માસના રવિવાર નિમિતે દાડમનો દિવ્ય શણગાર તેમજ ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ તા.૨૮-૧૧-૨૦૨૧ને રવિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પૂજારી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજનદેવને દાડમનો દિવ્ય શણગાર કરવામા આવ્યો હતો.
દાદાને મંગળા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) પૂજારી અને સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા કરવામાં આવી હતી. તેમજ સવારે ૭ ક્લાકે શણગાર આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા કરવામાં આવી હતી. હનુમાજી દાદાને ૧૫૦૦ કિલો દાડમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, દાદાના શણગારનો ભાવિકો રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હજારો ભકતોએ આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Previous articleસુકેશ સાથે જેકલીનનો ફોટો સામે આવતા ખળભળાટ
Next articleઅલંગ-ત્રાપજ રોડપર ૪ પ્લોટમાં આગ લાગતાં લાખો રૂપિયાનો સર-સામાન સળગીને સ્વાહા