માથામાં સિંદૂર લગાવીને વિકી સાથે બાઈક પર નીકળી સારા

18

મુંબઈ,તા.૩૦
તાજેતરમાં જ રીલિઝ થયેલી આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રેમાં સારા અલી ખાન મુખ્ય પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ધનુષ અને અક્ષય કુમાર પણ હતા. ફિલ્મમાં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં તેણે એક બિહારની યુવતીનું પાત્ર ભજવ્યું છે. અતરંગી રેના પ્રમોશન પછી હવે સારા અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. સારા વિકી કૌશલ સાથે મધ્ય પ્રદેશમાં શૂટ કરી રહી છે. આ શૂટના અમુક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે સારાએ સાડી પહેરી છે અને તેની માંગમાં સિંદૂર છે. ઉલ્લેખનીય છે કે લગ્ન પછી વિકી કૌશલ અને કેટરિના કૈફ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિકી કૌશલ સ્કૂટર પર જઈ રહ્યો છે અને તેણે પાછળ સારા અલી ખાનને બેસાડી છે. સાડી અને સિંદૂર સાથે સારા અલી ખાનનો દેસી અંદાજ જોવા મળી રહ્યો છે. સારા અલી ખાન અને વિકી કૌશલના ફેન ક્લબ દ્વારા આ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો પરથી એટલું તો કહી શકાય કે હવે સ્ક્રીન પર સારા અલી ખાન અને વિકી કૌશલની જોડી જોવા મળશે. ફેન્સ આ જોડીને સાથે જોવા માટે ઉત્સુક છે. ફિલ્મનું નામ શું છે, ડિરેક્ટર કોણ છે એવી કોઈ જાણકારી સમે નથી આવી. પરંતુ વિકી અને સારાની ફ્રેશ જોડીનો જાદુ ચોક્કસપણે છવાઈ જશે તેમ લાગી રહ્યું છે. વિકી કૌશલ અત્યાર સુધી કેટરિના કૈફ સાથેના લગ્નને કારણે ચર્ચામાં છવાયેલો હતો. હવે તેની પાસે ઘણાં પ્રોજેક્ટ્‌સ છે અને તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો છે.