ન્યૂઝીલેન્ડના રોસ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું

22

મુંબઇ,તા.૩૦
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ૩૭ વર્ષીય ટેલરે ગુરુવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સન્યાસનું એલાન કર્યુ છે. રોસ ટેલરે કહ્યું છે કે તે તેના ઘરે યોજાનારી આગામી બે સીરીઝ રમવા માંગે છે.આ બંને સીરીઝ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. પ્રથમ બે ટેસ્ટ મેચની સીરીઝ બાંગ્લાદેશ સામે રમાશે. આ પછી ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામે પણ પોતાના ઘરે ૫ વનડે મેચોની સીરીઝ રમવાની છે. આવી સ્થિતિમાં રોસ ટેલરની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામેનીર્ ંડ્ઢૈં હોઈ શકે છે. રોસ ટેલરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે આજે હું હોમ સમર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ જાહેર કરું છું. બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ સીરીઝ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્‌સ સામેની ૬ વનડે સીરીઝ છેલ્લી હશે. ૧૭ વર્ષથી મને સપોર્ટ કરવા બદલ આભાર. દેશ માટે રમવું એ ગર્વની વાત છે. ઈં૨૩૪. આ કિવી ખેલાડીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ ૪૪૫ મેચ રમી હતી, જેમાં તેણે કુલ ૪૦ સદી ફટકારી હતી. આમાં રોસ ટેલરે ૧૧૦ ટેસ્ટમાં ૭૫૮૪ રન અને ૨૩૩ વનડેમાં ૮૫૮૧ રન બનાવ્યા છે. તેના નામે ૧૦૨ ્‌૨૦ મેચોમાં ૧૯૦૯ રન છે. રોસ ટેલરે ટેસ્ટમાં ૧૯ અને વનડેમાં ૨૧ સદી ફટકારી છે. તેણે હજુ બે ટેસ્ટ અને ૫ વનડે રમવાની છે.