અડધા કરોડના દારૂ-બિયર પર ફર્યુ બુલડોઝર

50

ભાવનગર જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરની રાહબરી હેઠળ શહેર તથા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દારૂની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવાના પ્રયત્નો હાથ ધરેલ અને કડક કાર્યવાહી કરેલ. જેમાં દરેક ડિવીઝનોએ દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડી અસરકારક કાર્યવાહી કરેલ. હવે ૩૧ ડિસેમ્બર પૂર્વે ભાવનગર પોલીસ દ્વારા વિવિધ પોલીસ મથકો જેવા કે નિલમબાગ, ઘોઘારોડ, ગંગાજળિયા, બોરતળાવ, ભરતનગર, વરતેજ, ઘોઘા, વેળાવદર ભાલ, મરીન પોર્ટ સહિતે પ્રોહિબીશન એક્ટ હેઠળ કબ્જે કરેલ ઇંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો પો.સ્ટે.માં પડતર હોય જેનો નિકાલ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટની સુચના આવતા સબ ડિવીઝનલ મેજિ.ની ઉપસ્થિતિમાં મદદનીશ પોલીસ અધિક્ષક, નશાબંધી અધિકારી તેમજ ભાવનગર ડિવીઝન હેઠળના પોલીસ મથકના અધિકારીઓની હાજરીમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂ તથા બિયરની ૨૮,૬૮૪ બોટલો કિંમત રૂા.૪૯.૭૧ લાખનો મુદ્દામાલનો નિયમ અનુસાર બુલડોઝર ફેરવી નાશ કર્યો હતો.