હિજાબ વિવાદને લઇ ભાજપ નેતૃત્વમાં બેચેનીનો માહોલ

61

પાર્ટીને ભય છે કે કયાંક સીએએ જેવું આંદોલન ફરી એકવાર ફેલાઇ ન જાય
નવીદિલ્હી,તા.૨૦
કર્ણાટક સરકાર દ્વારા સ્કુલ યુનિફોર્મ વાળા આદેશ પર પુનર્વિચારના સંકેત અને મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલ યુનિફોર્મ ડ્રેસ કોડવાળા નિવેદનથી ભાજપના અંતરની વચ્ચે ભાજપ નેતૃત્વમાં હિજાબ વિવાદના કારણે અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહેલ આંદોલનોને લઇ બેચેની વધી ગઇ છે. સુત્રોનું માનવામાં આવે તો કર્ણાટક સરકાર અને રાજયના ભાજપ એકમે ઉડીપીમાં કેટલીક કોલેજોમાં છાત્રાઓના એક નાના સમૂહના વિરોધ પ્રદર્શનની મંજુરી આપી જેથી તે ફેલાય હાઇકોર્ટ સુધી પહોંચે અને રાષ્ટ્રીય ચર્ચાઓમાં સામેલ થાય પાર્ટી નેતૃત્વના એક હિસ્સામાં બેચેની તે તસવીરોની આવ્યા બાદ વઘુ થઇ ગઇ જેમાં પુરૂષોના વિરોધ છતાં કલાસ જાતી છાત્રાઓ,સ્કુલી છાત્રાઓ અને ત્યાં સુધી કે શિક્ષકોને પણ પોતાના માથાના સ્કાર્ફને હટાવવા માટે મજબુત કરી દેવામાં આવ્યા અને કેટલાકને સ્કુલ ગેટથી જ ધરે જવા માટે કહેવાનું સામેલ છે. આ વિવાદ પર એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એવા સમયે થઇ રહ્યું છે જયારે અમે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવી રહ્યાં છીએ જયારે વડાપ્રધાને મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવવા માટે તીન તલાક જેવા નિયમો પર પ્રતિબંધ લગાવ્યો છે.દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ આ મુદ્દા પર પોતાની વાત રાખવાનો ઇન્કાર કરી દીધો લોકસભામાં જયારે વિરોધ પક્ષોએ આ મામલો ઉઠઆવ્યો તો કોલારના સાંસદ એસ મુનિસ્વામીને છોડી ભાજપના મોટાભાગના સાંસદ ચુપ રહ્યાં છે ત્યાં સુધી કે તેજસ્વી સૂર્યા જે ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં માહિર છે તે પણ ચુપ રહ્યાં ત્રિપુરાના શિક્ષણ મંત્રીએ આ વિવાદ પર ચિંતા વ્યકત કરી અને એનડીએ શાસિત બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે બિહારમાં હિજાબ કોઇ મુદ્દો નથી અને અહીં તમામ ધાર્મિક ભાવનાઓનું સમ્માન કરવામાં આવે છે.ભાજપ શાસિત હિમાચલ પ્રદેશના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ઠાકુરે કહ્યું કે અત્યાર સુધી સ્કુલોમાં યુનિફોર્મ ડ્રેસ કોડ પર કાંઇ પણ વિચાર કરવામાં આવી રહ્યો નથી એક અન્ય ભાજપ નેતાએ કહ્યું કે પાર્ટી આ મુદ્દાને લઇ ચિંતિત છે કે કયાંક આ સીએએ વિરોધી પ્રદર્શનો જેવું આંદોલનમાં ન બદલાઇ જાય જેમાં મુસ્લિમ મહિલાઓ જ સૌથી આગળ હતી.ભાજપ નેતાએ કહ્યું કે સીએએસ પર પોતાના ઉત્સાહ અને પ્રચાર છતાં સરકારે હજુ સુધી ડિસેમ્બર ૨૦૧૯માં પસાર આ કાનુન માટે નિયમ બનાવ્યા નથી સુત્રોનું કહેવુ છે કે સીએએની ઉલટ હિજાબ સીધો ધાર્મિક ભાવના અને પરિવારથી જોડાયેલ માનવામાં આવે છે.જયારે પહેલા જ કયાંક વધુ મુસ્લિમ યુવતીઓ સ્કુલ અને કોલેજોમાં જઇ રહી છે તો આ રીતનો એક કોડ તેના પર અસર નાખી શકે છે. જયારે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કર્ણાટક મુદ્દાને કેવી રીતે ઉકેલવામાં આવે તેને લઇને પણ ચર્ચા કરવામાં આવી એવું સુચન આપવામાં આવ્યું કે રાજય એ વલણ અપનાવે કે યુવતી પોતાના માથા પર ઢાકવા માટે દુપટ્ટાનો ઉપયોગ કરી શકે છે જે ડ્રેસનો હિસ્સો છે એવું માનવામાં આવે છે કે વરિષ્ઠ નેતૃત્વ આ મુદ્દા પર વધુ કઠોર થવાની જગ્યાએ વચ્ચેનો રસ્તો શોધવા ઇચ્છે છે.પાર્ટીના એક નેતાએ પણ કહ્યું કે રાષ્ટ્રીય નેતૃત્વને આ પસંદ નથી જયારે કોઇ રાજય વિવાદ પેદા કરે તેને ઉશ્કેરવા દે અને ત્યારબાદ તેને ઉકેલવા માટે રાષ્ટ્રીય નેતૃત્વના પાલામાં ફેંકી દે. સુત્રો અનુસાર દિલ્હીમાં પાર્ટી નેતાઓનું માનવુ છે કે કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદ ખુબ નાનો હતો તેને સરળતાથી ઉકેલાઇ શકતતો હતો જો કે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇના નજીકના લોકોનું કહેવુ છે કે તેમને દોષ આપવો અયોગ્ય છે અને તેની જવાબદારી પાર્ટીની રાજય એકમની છે.આ મામલાને શાંત કરવા માટે શું કર્યું તે સરકારનો બચાવ કરવા માટે પણ હાજર ન હતાં પાર્ટી નેતાઓ અનુસાર બોમ્મઇનું પાર્ટી કેડર પર વધુ નિયંત્રણ નથી

Previous articleપેંતરા કરીને સેનાને બોર્ડર તરફ ધકેલી રહ્યું છે, ખૂલીને બોલ્યા ભારતીય વિદેશમંત્રી
Next articleભાવનગરની મહેંદી સ્કૂલ ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોથી અવગત કરાયા