પેંતરા કરીને સેનાને બોર્ડર તરફ ધકેલી રહ્યું છે, ખૂલીને બોલ્યા ભારતીય વિદેશમંત્રી

78

નવીદિલ્હી,તા.૨૦
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વાર ચીન પર તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે ચીન સમજૂતીનું ઉલ્લંઘન કરી સીમા પર વારંવાર ભારત માટે પડકારો પેશ કરી રહ્યું છે. આવામાં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ અત્યંત કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે હવે સીમાના મોજુદા સ્થિતિ પર આ સંબંધો નિર્ભર કરશે. મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં શિરકત કરવા પહોંચેલ વિદેશમંત્રીએ અહી આયોજિત એક પેનલ ચર્ચા દરમિયાન આ વાત કહી. તેમણે ભારત ચીન સીમા તણાવ પર વૈશ્વિક મંચ સમક્ષ પોતાની વાત રાખતા ગલવાન ઘાટીમાં થયેલ સંઘર્ષ પણ યાદ અપાવ્યો. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે સમસ્યા એ છે કે ૪૫ વર્ષ સુધી સીમા પર શાંતિ રહી, સીમા પ્રબંધન સ્થિર હતું, ૧૯૭૫ થી સીમા પર કોઈ જવાન હતાહત થયો ન હતો. પરંતુ હવે એ બદલાઈ ગયું છે. ચીન સાથે વાસ્તવિક સીમા રેખા પર ઓછામાં ઓછા સૈન્યબળોની જમાવટને લઈને ભારતે સમજોતાઓ કર્યા હતા. પરંતુ ચીને એ સમજોતાઓનું ઉલ્લંઘન કર્યું છે. સાફ છે કે ચીન સાથે આપણા સંબંધો ખૂબ જ કઠિન સમયથી પસાર થઇ રહ્યા છે. જયશંકર અહી ભારત-ચીન સીમા તણાવ તથા પશ્ચિમ તરફ ભારતના વલણમાં નિર્ણાયક બદલાવને લઈને પૂછાયેલ સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે ચીન સાથે સંબંધ ખૂબ જ કઠિન સમયથી પસાર થઇ રહ્યા છે તથા જૂન ૨૦૨૦ પહેલા પણ પશ્ચિમ સાથે સંબંધ ખૂબ જ સારા હતા, એટલા માટે જ્યાં સુધી પશ્ચિમ સાથે સારા સંબંધો છે, તો એ પાછળ કોઈ ખાસ કારણ નથી તથા ન તેણે આ સંબંધોને પ્રભાવિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૦ માં ગલવાન ઘાટીમાં ચીને વાસ્તવિક સીમા રેખાનું ઉલ્લંઘન કરતા ભારતીય સૈનિકો પર હમલો કર્યો હતો. આ હિંસક ઝપટમાં ઘણા સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે ઘણા રિપોર્ટ્‌સમાં કહેવાયું છે કે ચીનના વધારે સૈનિકોનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પૂર્વી લદ્દાખમાં તણાવ વધ્યો. ગલવાન સંઘર્ષ બાદ ઘણી સૈન્ય તથા કુટનીતિક વાર્તા પણ થઇ, પરંતુ તેનો ઉચિત ઉપાય નીકળો નથી. મ્યૂનિખ સુરક્ષા સંમેલન ૨૦૨૨ માં પેનલ ચર્ચા દરમિયાન ઇન્ડો-પેસિફિકની કેન્દ્રીયતાને રેખાંકિત કરતા જયશંકરે કહ્યું કે આજેની દુનિયા ખૂબ જ અન્યોયાશ્રિત, અંતર-ભેદક તથા પ્રકૃતિમાં વિરોધાભાસી છે, જ્યાં એક દેશના હિતોના એક મોટા ટકરાવ પછી પણ બીજા દેશ સાથે વેપાર કરવો પડે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ગયા અમુક વર્ષોમાં ભારતની ક્ષમતાઓ તથા પ્રભાવ વધ્યા છે. જયશંકરે જર્મનીની પોતાની યાત્રા દરમિયાન યૂરોપ, એશિયા તથા દુનિયાના અન્ય હિસાઓના મંત્રીઓ સાથે ઘણી બેઠકો કરી. હવે તેઓ શુક્રવારે સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા માટે જર્મનીના મ્યૂનિખ પહોંચ્યા. વિદેશ મંત્રી એસ જયશંકર આ દરમિયાન કહે છે કે આસિયાન દેશો સાથે સંબંધો સારી રીતે આગળ વધી રહ્યા છે. બે મોટા બદલાવો થઈ રહ્યા છે. આસિયાન સાથે અમારો સુરક્ષા સહયોગ ખૂબ જ મજબૂત છે. સિંગાપુર, ઇન્ડોનેશિયા તથા વિયતનામ સાથે અમારા મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે જર્મનીનાં આર્થિક સહયોગ તથા વિકાસ મંત્રી સ્વેન્જા શુલ્જ સાથે મુલાકાત કરી. તેમણે ટ્‌વીટ કર્યું કે અમે વિકાસ સાજેદારી દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી. અમે હરિત વિકાસ તથા સ્વચ્છ ટેકનીકને પ્રોત્સાહન આપવા માટે એક પ્રતિબદ્ધતાને લઈને વાત કરી. આ ઉપરાંત, વિદેશ મંત્રી જયશંકરે મ્યૂનિખમાં આયરલેંડના પોતાના સમકક્ષ કોવેન સાથે પણ મુલાકાત કરી. તેમણે આ સંબંધોમાં પણ એક ટ્‌વીટમાં લખ્યું કે અમે યૂએનએસસીમાં સાથે મળીને કામ કર્યું છે. આયરલેંડ અમારા ઈયૂ સાથેના જોડાવમાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.

Previous article૨૨-૨૩ ફેબ્રુઆરીએ દિલ્હી આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા
Next articleહિજાબ વિવાદને લઇ ભાજપ નેતૃત્વમાં બેચેનીનો માહોલ