કુંભારવાડા સ્મશાનમાં મંદીરમાંથી દાનપેટીની તસ્કરી

527
bvn17122017-5.jpg

શહેરના કુંભારવાડા સ્મશાનમાં આવેલ મેલડી માતાના મંદિરની દાનપેટી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ કુંભારવાડા સ્મશાનમાં આવેલ મેલડી માતાના મંદીરની બહાર મુકવામાં આવેલી દાનપેટીની કોઈ અજાણ્યો ઈસમ ગત રાત્રીના ચોરી કરી લઈ ગયો હતો. બનાવની સવારે દર્શને આવતા શ્રધ્ધાળુને જાણ થતા બોરતળાવ પોલીસને જાણ કરાતા તુરંત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ચોરીના બનાવની તપાસ હાથ ધરી હતી.

Previous articleસિટી બસ અડફેટે ગૌમાતા ગંભીર
Next articleઘોઘાના સમઢીયાળા ગામની વાડીમાંથી મસમોટા બિયરના જથ્થા સાથે ર ઝડપાયા