સિટી બસ અડફેટે ગૌમાતા ગંભીર

768
bvn17122017-10.jpg

શહેરના ટ્રાફીકથી ભરચક અને ધમધમતા હાર્દસમા વિસ્તાર ઘોઘાગેટ ખાતે ભારે ટ્રાફીક વચ્ચે માતેલ સાંઢ માફક માર્ગો પર દોડતી અને જીવલેણ અકસ્માત માટે પંકાયેલ બંસી સીટી બસના ચાલકે ઘોઘાગેટ ચોકમાં ઉભેલી ગાયને અડફેટે લઈ પુરઝડપે નાસી છુટ્યો હતો. આ ઘટનામાં ગાયને ગંભીર ઈજા થતા સેવાભાવી તથા ગૌપ્રેમી લોકો દોડી આવ્યા હતા અને ગાયને વાહનમાં ઘોઘારોડ સ્થિત ગૌશાળા ખાતે સારવાર અર્થે લઈ જવા તજવીજ હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફીક પ્રશ્ન પેચીદો બન્યો છે. ઉપરાંતમાં સીટી બસો તથા રીક્ષા ચાલકો પર પોલીસ તંત્રની મીઠી નજર હોય તેમ ગીચ વિસ્તારમાં પણ બેફિકરાઈપૂર્વક વાહનો ચલાવી જાનમાલને જોખમ થાય તેવી રીતે વાહન ચલાવે છે છતાં તંત્ર મુકપ્રેક્ષક બની તમાશો નિહાળે છે. આ અંગે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.