થોરાળા ગામે વાટલીયા પ્રજાપતિ સમાજના સમુહ લગ્ન યોજાયા

694
guj3112017-3.jpg

પ્રજાપતિ વાટલીયા સમાજના થોરાળા મુકામે ૩૯ દિકરીઓના સમુહ લગ્નોત્સવમાં પ હજારની જનમેદની ઉમટી પડી હતી.
પ્રજાપતિ વાટલીયા સમાજના મહુવા તાલુકાના થોરાળા ગામે ૩૯ દિકરીઓના સમુહ લગ્નોત્સવમાં હીરાભાઈ સોલંકીનું પ હજાર જનમેદનીમાં આગેવાનો દ્વારા સન્માનિત કરાયા ત્યારે હીરાભાઈ મંચ ઉપરથી આહવાન કર્યું કે, પ૯ વર્ષોથી સમુહ લગ્નો થાય છે. તેમાં હવે યુવાનો જ આગળ આવે તેમને આવા ભગીરથી સાર કાર્યમાં વિઘ્નો નાખનાર રાક્ષસો પણ આવે પણ કોઈ સામુ ધ્યાન ન ધરતા આવા સુંદર કાર્યો જ્ઞાતિ આગેવાનોની છત્રછાયામાં કરતા રહો મારા લાયક આવા કાર્યમાં જ્યાં જરૂર પડે ત્યારે મને યાદ કરજો, મને પણ આ સમાજની ઘણી બધી હુંફ મળતી આવી છે અને આવનારા દિવસોમાં મળતી રહે તેમ જણાવેલ.
વાટલીયા પ્રજાપતિ સમાજના સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત આમંત્રિતો અને સમાજના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને લગ્નગ્રંથીથી જોડાનાર તમામ નવદંપતિઓને શુભેચ્છા પાઠવી હતી. આ સમારોહમાં મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.