સર ટી હોસ્પિટલ ઇએનટી વિભાગમાં આગની સફળ મોકડ્રીલ

72

આગ કે અકસ્માતના સમયે ત્વરિત પહોંચી અને યોગ્ય કાર્યવાહી થાય તેમજ ઓછામાં ઓછુ નુકશાન કે જાનહાનિ થાય એવા પ્રયાસોના ભાગરૂપે ભાવનગરનું વહીવટી તંત્ર સમયાંતરે વિવિધ સ્થળોએ કે સરકારી કચેરીઓમાં મોકડ્રીલ યોજે છે.

અગાઉ એરપોર્ટ પર તેમજ આઇઓસી પ્લાન્ટ ઉપરાંત શાળાઓમાં પણ સફળ મોકડ્રીલ યોજાયેલ જેમાં આજે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં આગ લગતા નાસભાગ મચી હોવાની મોકડ્રીલ યોજવામાં આવી હતી આ અંગેની ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ કરાતા તુરંત ફાયર બ્રિગેડ અને ૧૦૮ સહિતનો કાફલો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવેલ અને ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવી તેમજ ઇજા પામેલ દર્દીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આમ ભાવનગર ફાયર બ્રિગેડ અને ૧૦૮ સહિત સમગ્ર ટીમે સફળ મોકડ્રીલનું આયોજન કર્યું હતું આ સમયે દર્દીઓ તથા તેમના સગાઓમા નાસભાગ સાથે ચિંતા ફેલાઈ જવા પામેલ પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં હાશકારો અનુભવ્યો હતો.

Previous articleપાલિતાણામાં વસ્ત્ર દાન સાથે વ્યસનમુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે એકપણ કેસ ન નોંધાતા રાહત