રેતી-બ્લેકટ્રેપ ખનીજના બ્લોકની ઓનલાઇન હરાજી કરાઈ

869

ભાવનગર જિલ્લામાં ૨૧૦ લીઝ અસ્તિત્વ ધરાવે છે. આ લીઝમાંથી રોયલ્ટી/ડેડરેન્ટ પેટે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૨૫.૧૭/- કરોડ રૂપિયાની મહેસુલ આવક રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલ છે. આ મહેસુલી આવકના લક્ષ્યાંકની ટકાવારીએ જિલ્લાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયેલ છે. ઉકત વર્ષમાં કુલ ૧૭ લીઝ ધારકો પાસે રૂ. ૭.૮૪ કરોડની ખનીજ કીમત વસુલવા માટે નોટીસ/હુકમ કરવામાં આવેલ છે.  ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમ-૨૦૧૭ અંતર્ગત ભાવનગર ક્લેકટરશ્રી હર્ષદ પટેલનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના રેતી તથા બ્લેકટ્રેપ ખનીજના બ્લોકની ઓનલાઇન હરાજી કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ગાંધીનગર મારફત તા. ૨૧/૮/૨૦૧૮ થી તા.૨૮/૮/૨૦૧૮ સુધીના સમયગાળામાં કરવામાં આવેલ હતી.

આમ, ભાવનગર જિલ્લાને ૬૬.૧૪ કરોડ રૂપિયા રોયલ્ટી ઉપરાંત ૬૦.૩૮ કરોડ રૂપિયા પ્રીમયમની આવક આવનાર વર્ષમાં થનાર છે. જેમા સાદી રેતીની આવક ૧.૮૩ કરોડ અને બ્લેક ટ્રેપની આવક ૧૨૪.૬૯ કરોડ ની આવક પ્રાપ્ત થનાર છે.

તદ્દઉપરાંત જિલ્લાના તા. વલ્લભીપુરના મોજે પાણવીમાં ડોલોમાઇટ ખનીજના ૪ બ્લોક તથા ઘોઘા તાલુકાના મોજે છાયા ગામમાં બ્લેકટ્રેપ ખનીજના ૭ બ્લોક એમ કુલ મળી ૧૧ બ્લોક ઓનલાઇન જાહેર હરાજીથી આપવા માટેની કાર્યવાહી ચાલુમાં છે તેમ ભુસ્તરશાસ્ત્રી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.