ભરવાડ યુવા સંગઠન દ્વારા વાહન વિતરણ

1231

ભરવાડ યુવા સંગઠન ગુજરાત દ્વારા રાજયભરમાં વસતા ભરવાડ સમાજના બેરોજગાર યુવાનોને રોજગાર આપી આત્મનીર્ભર કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ચોથા તબક્કાનો કાર્યક્રમ ભાવનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પ૦ બોલેરો પીકઅપ વાહન ૦ ટકા ડાઉન પેમેન્ટથી ભાવનગરના યુવાનોને આપવામાં આવી હતી.